ઉનાળામાં કમોસમી વરસાદ પડ્યા બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. તેમ છતાં ઘણા લોકોને આવા વરસાદી માહોલમાં પણ એસી ચાલુ કરે છે.
વરસાદ પડતો હોય ત્યારે એસીનો ઉપયોગ કરતી વખતે સાવધાની રાખવી જરૂરી છે. નહીત્તર શરદી ઉધરસ અને કફ થઇ શકે છે.
વરસાદ પડે ત્યારે એસીનું ટેમ્પરેચર નોર્મલ હોવું જોઇએ. સામાન્ય રીતે એસીનું આદર્શ ટેમ્પરેચર 24 થી 26 ડિગ્રી છે.
ઉનાળો હોય કે ચોમાસું એસી સતત ચાલુ રાખવું જોઇએ નહીં. એસી સતત ચાલુ રાખવાના બદલે દર 1 કે 2 કલાકે એસી 5 થી 10 મિનિટ માટે બંધ કરી દો. તેનાથી રૂમ ટેમ્પરેચર નોર્મલ રહેશે. એસીનું કોમ્પ્રેસર વધુ ગરમ નહીં થાય.
રાતે રૂમમાં એસી ચાલુ કરી સુતી વખતે બને ત્યાં સુધી પાતળી ચાદર ઓઢવી જોઇએ. તેનાથી એસીની ઠંડી હવા શરીર પર સીધી અસર કરશે નહીં. શરીર જકડાઇ જવાની સમસ્યા નહીં થાય.
વરસાદ પડતો ત્યારે એસીના બદલે પંચો ચાલુ રાખવો જોઇએ. રૂમ ઠંડો થયા બાદ એસી બંધ કરીને પંખાનો ઉપયોગ કરો. તેનાથી લાઇટ બિલની બચત પણ થશે.
વરસાદ પડતો હોય ત્યારે એસી કે કોમ્પ્રેસરમાં પાણી લિકેજ થઇ રહ્યું છે કે નહીં તે ચકાસો. પાણી પડવાથી એસીમાં મોટો ફોલ્ટ થઇ શકે છે.