અમદાવાદના રોડ પર ટાયર કિલર બમ્પ લાગશે, રોંગ સાઇડ આવ્યા તો થઇ જશે ટાઈ ટાઈ ફિશ

Aug 02, 2023, 11:13 PM

યોગ્ય દિશામાંથી આવતા વાહનોને આ ટાયર કિલર બમ્પથી કોઇ નુકસાન નુકસાન થતુ નથી.

રોડ અકસ્માત રોકવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નવી યુક્તિ

અગાઉ નોઇડા, પુના અને ગુડગાંવમાં ટાયર કિલર બમ્પનો પ્રયોગ કરાયો હતો પરંતુ વિરોધ બાદ રદ કરવામાં આવ્યો

અગાઉ નોઇડા, પુના અને ગુડગાંવમાં ટાયર કિલર બમ્પનો પ્રયોગ કરાયો હતો પરંતુ વિરોધ બાદ રદ કરવામાં આવ્યો

ટાયર કિલર બમ્પ શું છે અને તેનાથી  શું થશે? 

ટાયર કિલર બમ્પ -  એક પ્રકારની મેટલ સ્ટ્રિપ્સ હોય છે. આ સ્ટ્રિપ્સની એક બાજુના છરા બહુ જ ધારદાર- તીક્ષ્ણ હોય છે.

યોગ્ય દિશામાંથી આવતા વાહનોને આ ટાયર કિલર બમ્પથી કોઇ નુકસાન નુકસાન થતુ નથી.

જો કોઇ વાહન રોંગ સાઇડથી આવશે તો આ ટાયર કિલર બમ્પના તીક્ષ્ણ છરાથી વાહનના ટાયરને નુકસાન થશે. ટાયરમાં પંક્ચર થઇ જશે.  

જો કોઇ વ્યક્તિ રોંગ સાઇડથી વાહન લઇને આવશે આ ટાયર કિલર બમ્પના કારણે વાહનનું ટાયર ફાટી જશે

ટાયર કિલર બમ્પથી વાહન ચાલકનું બેલેન્સ બગડી શકે છે

વાહન ચાલકનું બેલેન્સ બગડતા વાહન ચાલકને ઇજા કે જાનહાની થવાનું જોખમ રહે છે

આગામી દિવસો બાદ ઇસ્કોન, કારગિલ, શાસ્ત્રીનગર, જજીસ બંગલા વિસ્તારમાં પણ ટાયર કિલર બમ્પર લગાડવામાં આવી શકે છે

અગાઉ નોઇડા, પુના અને ગુડગાંવમાં ટાયર કિલર બમ્પનો પ્રયોગ કરાયો હતો પરંતુ વિરોધ બાદ રદ કરવામાં આવ્યો

ક્યા ચાર રસ્તા પર પીળા પટ્ટા દોરાશે?

શાહેઆલમ, દાણીલીમડા, આવકાર હોલ, હીરાભાઇ ટાવર, એનએફડી, પ્રહલાદનગર, મકરબા, મેરી ગોલ્ડ ત્રણ રસ્તા, અનુપમ, નિકોલ ખોડિયા મંદિર, વિરાટનગર 2

તાજેતરના ઇસ્કોન બ્રિજ અકસ્માત બાદ અમદાવાદ એએમસી અને ટ્રાફિક પોલીસ એક્સિડન્ટ અને ટ્રાફિકની સમસ્યાના ઉકેલ માટે આખરે જાગી