અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું તસવીરોમાં વિહાવલોકન
ભારતની પ્રથમ બુલેટ ટ્રેન અમદાવાદ મુંબઈ વચ્ચે દોડશે
PM મોદીએ ડ્રીમ પ્રોજક્ટ 2017માં શરૂ કર્યો હતો
બુલેટ ટ્રેન પ્રોજેકટ માટેનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે
અમદાવાદના સાબરમતી વિસ્તારમાં બુલેટ ટ્રેનનો મોટોડેપો બની રહ્યો છે
ગુજરાતમાં 951.14 હેક્ટર જમીનનું 100 ટકા સંપાદન સફળતાપૂર્વક પૂર્ણ
રાજ્યના આઠ જિલ્લાઓમાં ફેલાયેલી 6,336 ખાનગી જમીનનો સમાવેશ થાય છે
મહારાષ્ટ્રમાં પણ 99.83 ટકા જમીન સંપાદન પૂર્ણ થઈ ગયું
2025-26માં પીએમ મોદીનો આ ડ્રીમ પ્રોજેક્ટ પૂર્ણ થઈ જશે
પ્રોજેક્ટ ખર્ચ માટે 81 ટકા જાપાનીઝ સોફ્ટ લોન દ્વારા વાર્ષિક 0.1 ટકાના દરે લેવામાં આવી છે
અમદાવાદથી મુંબઈ વચ્ચેનું અંતર 510 કિમી છે
અમદાવાદ મુંબઈ વચ્ચેની બુલેટ ટ્રેન માત્ર બે કલાકમાં બે શહેરને જોડશે
બુલેટ ટ્રેનની મહત્તમ સ્પીડ પ્રતિ કલાક 350ની હશે
હાઇ-સ્પીડ રેલ લાઇન કુલ 12 સ્ટેશનોને સમાવિષ્ટ કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે
ગુજરાતના સૂચિત સ્ટેશનોમાં વાપી, બીલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ/નડિયાદ, અમદાવાદ અને સાબરમતીનો સમાવેશ
મહારાષ્ટ્રના સૂચિત સ્ટેશનોમાં મુંબઈ, થાણે, વિરાર, બોઈસરનો સમાવેશ