Ahmedabad: અમદાવાદમાં 31 ડિસેમ્બર ન્યુ યર સેલિબ્રેશન માટે 5 શ્રેષ્ઠ સ્થળ

Dec 26, 2024, 04:15 PM

31 ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણી માટે લોકો ગોવા, શિમલા મનાલી જાય છે. જો કે ઘણા લોકો સમયના અભાવે જઇ શકતા નથી.

અમદાવાદમાં ઘણા ફરવા લાયક સ્થળો છે, જ્યાં 31 ડિસેમ્બર અને નવા વર્ષની શાનદાર ઉજવણી કરી શકાય છે. આ સ્થળો પર ફરવા માટે કોઇ ચાર્જ ચૂકવવો પડતો નથી.

કાંકરિયા કાર્નિવલ

અમદાવાદની શાન સમાન કાંકરિયા કાર્નિવલ ફેસ્ટિવલ શરૂ થઇ ગયો છે. આ કાર્યક્રમમાં 25 થી 31 ડિસેમ્બર સુધી મફત પ્રવેશ હોય છે. કાંકરિયા ક્રાર્નિવલમાં રંગબેરંગી લાઇટિંગ, સ્ટેજ કાર્યક્રમ અને આતશબાજી સાથે 31 ડિસેમ્બર અને ન્યુ યર સેલિબ્રેશન યાદગાર બની રહે છે.

સાબરમતી રિવરફ્રન્ટ

સાબરમતી રિવરફ્રન્ટ અમદાવાદમાં ફરવાનું સૌથી પ્રખ્યાત સ્થળ છે. આકર્ષક લાઇટિંગ સાથે અટલ બ્રિજની મુલાકાત, બોટિંગ અને ફ્લોટિંગ બોટમાં બેસવાની મુલાકાતીઓને મજા પડે છે.

સીજી રોડ

સીજી રોડ પર 31 ડિસેમ્બરની રાત્રે જબરદસ્ત આતશબાજી કરવામાં આવે છે. 31 ડિસેમ્બરની રાત્રે મોટી સંખ્યામાં લોકો સીજી રોડ પર એકઠાં થાય છે અને નવા વર્ષને આવકારે છે.

એસજી હાઇવ અને સિંધુ ભવન રોડ

એસજી હાઇવ અને સિંધવ ભવન નાઇટ આઉટિંગ માટે અમદાવાદના પ્રખ્યાત સ્થળ છે. અહીં થર્ટી ફર્સ્ટ અને ન્યુ યર સેલિબ્રેશન યાદગાર બની રહે છે. એસજી હાઇવે પર આવેલી ઘણી હોટેલ, ફાર્મ હાઉસમાં 31 ડિસેમ્બર પર પાર્ટીનું આયોજન કરવામાં આવે છે, અહીં પણ તમે જઇ શકો છો.

લો ગાર્ડન અને વસ્ત્રાપુર

લો ગાર્ડન અને વસ્ત્રાપુર પણ 31 ડિસેમ્બર અને ન્યુ યર સેલિબ્રેશન માટે શ્રેષ્ઠ સ્થળ છે.