Jul 29, 2025

અમદાવાદ રિવરફ્રન્ટ પર મનોરંજનનું નવું નજરાણું

Ajay Saroya

રિવરફ્રન્ટ પર નવું નજરાણું

અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ફરવા માટેનું લોકપ્રિય સ્થળ છે. હવે રિવરફ્રન્ટ પર મનોરંજન માટે વધુ એક નજરાણું ઉમેરાયું છે.

Source: social-media

ગ્લો ગાર્ડન

સાબરમતી રિવરફ્રન્ટ પર ગ્લો ગાર્ડન બન્યું છે. સુંદર ઝાડ ઝોડને રંગબેરંગી લાઇટિંગથી સુશોભિત કરવામાં આવ્યા છે. રાત પડતા જ ગ્લો ગાર્ડન ઝળહળી ઉઠશે. પ્રકાશિત દ્રશ્યો જોઇ મુલાકાતીઓ આશ્ચર્યચકિત થશે

Source: social-media

3 કરોડ રૂપિયાનો ખર્ચ

રિવરફ્રન્ટ પર 4500 સ્કવેર મીટ વિસ્તારમાં ગ્લો ગાર્ડનનું નિર્માણ 3 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું છે. હવે અમદવાદીઓને ગ્લો ગાર્ડન જોવા માટે સ્ટેચ્યૂ ઓફ યુનિટી (SoU) સુધી લાંબું નહીં થવું પડે.

Source: social-media

ગ્લો ગાર્ડનના આકર્ષણ

ગ્લો ગાર્ડનમાં વિવિધ પ્રાણી અને કાર્ટૂનના 54 થી વધુ સ્કલ્પચર રાતે LED લાઇટિંગથી ઝળહળી ઉઠશે. રાતના સમયે પ્રવાસીઓ જંગલ સફારીનો અનુભવ કરી શકશે. LED લાઇટિંગથી સુશોભિત સ્કલ્પચર બાળકોને આકર્ષિત કરશે.

Source: social-media

ગ્લો ગાર્ડન રિવરફ્રન્ટ પર ક્યાં આવેલું છે?

અમદાવાર સાબરમતી રિવરફ્રન્ટ ગ્લો ગાર્ડન ફ્લાવર પાર્કની નજીક આવેલું છે. આથી અટલ બ્રિજ અને ફ્લાવર પાર્ક સાથે જ હવે ગ્લો ગાર્ડનની મુલાકાત લેવું સુવિધાજનક બનશે.

Source: social-media

ગ્લો ગાર્ડન મુલાકાતનો સમય

ગ્લો ગાર્ડનની મુલાકાત માત્ર રાતે જ લઇ શકાશે. માર્ચ થી ઓક્ટોબર દરમિયાન ગ્લો ગાર્ડન સાંજે 7 થી 11 વાગ્યા સુધી ફરી શકાશે. તો નવેમ્બર થી ફેબ્રુઆરી દરમિયાન સાંજ 6 થી 11 વાગ્યા સુધી ગ્લો ગાર્ડનની મુલાકાત લઇ શકાશે.

Source: social-media

ગ્લો ગાર્ડનની ટિકિટ કેટલી છે?

રિવરફ્રન્ટ ગ્લો ગાર્ડનનો સમાવેશ ફ્લાવર પાર્કમાં જ આવેલો છે. આથી માત્ર ગ્લો ગાર્ડન કે ફ્લાવર પાર્ક માટે અલગથી ટિકિટ નહીં મળે. રિવરફ્રન્ટ મૂન ટ્રેઇલની ટિકિટ રાત્રે 10 વાગ્યા સુધી જ મળશે.

Source: social-media

રિવરફ્રન્ટ પર અન્ય આકર્ષણ

તમને જણાવી દઇયે કે, તાજેતરમાં સાબરમતી રિવરફ્રન્ટ પર પક્ષી દર્શન શરૂ કરવામાં આવ્યું છે. જેમા શનિ-રવિ સવાર અને સાંજે લોકો નિઃશુલ્ક રિવરફ્રન્ટ પર પક્ષી દર્શન કરી શકે છે.

Source: social-media

Source: social-media