અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત
બુધવારે મોડી રાત્રે અમદાવાદના એસજી હાઈવે પર ઇસ્કોન બ્રિજ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો
ઇસ્કોન બ્રિજ લોકોનું ટોળું થાર જીપ અને ડમ્પર વચ્ચે થયેલો અકસ્માત જોવા માટે ઊભું હતું
આ સમયે કર્ણાવતી ક્લબ તરફથી 160 કિમીની ઝડપે આવી રહેલી લક્ઝરીયસ કારે ટોળાને અડફેટે લીધું હતું
આ અકસ્માત એટલો ભયાનક હતો કે લોકો 25-30 ફૂટ ફંગોળાયા હતા, ઘટના સ્થળે લોહીના ખાબોચિયા ભરાયા હતા
અકસ્માતમાં કુલ 9 લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય 13 લોકો ઘાયલ થયા હતા.
આ ગોઝારો અકસ્માત અમદાવાદનો સૌથી મોટો અકસ્માત માનવામાં આવી રહ્યો છે. જેમાં નવ લોકોના મોત થયા છે
શહેર પોલીસ કંટ્રોલ રૂમના સૂત્રોએ જણાવ્યું હતું કે ગુરુવારે સવારે 1 વાગ્યે જેગુઆર કારે સર્જેલી હિટ એન્ડ રનની ઘટનામાં અત્યાર સુધી 9 લોકોના મોત નીપજ્યા છે.
તમામ મૃતકોને સોલા સિવિલ હોસ્પિટલ લઇ જવાયા હતા. પીડિત પરિવારજનોનું હોસ્પિટલમાં ભારે આક્રંદ
પોલીસના જણાવ્યા પ્રમાણે જેગુઆર કાર ડ્રાઇવ સત્ય પટેલ કરતો હતો અને તે પણ અકસ્માતમાં ઘાયલ થયો હતો.
અમદાવાદના SG હાઇવે પર ઇસ્કોન બ્રીજ પર અકસ્માત જોવા ઊભેલા લોકોના ટોળા પર ફરી વળી જેગુઆર કાર, પોલીસ જવાન સહિત નવના મોત