Ahmedabad Iskcon Accident : અમદાવાદ ઇસકોન અકસ્માત, મૃતકોના પરિવારજનોનું હૈયાફાટ રુદન

Jul 20, 2023, 02:30 PM

અમદાવાદના સરખેજ-ગાંધીનગર હાઈવે પર ઈસ્કોન બ્રિજ પર જેગુઆર કારે લોકોના ટોળાને ફંગોળ્યું

ભયાનક અકસ્માતમાં નવ લોકોના મોત થયા હતા અને 13 અન્ય ઘાયલ થયા છે

અકસ્માતમાં મોતને ભેટેલા યુવાનોના પરિવારજનોના હૈયાફાટ રૂદનથી હોસ્પિટલ ગુંજી ઉઠી હતી

એક મૃતકના પિતા સતત ડોક્ટરને કહેતા રહ્યા મારા દીકરાને બચાવી લો, હજુ તેનામાં જીવ હશે, તેને વેન્ટીલેટર પર લો, પંપીંગ કરો.

આ દ્રશ્ય જોઈ હોસ્પિટલમાં લોકોના આંખમાં આંસુ આવી ગયા હતા.

આ અકસ્માતમાં કોઈએ દીકરો તો કોઈએ ભાઈ ગુમાવતા દરેક મૃતક પરિવારના આંખમાં આંસુઓની નદીઓ વહી રહી હતી.

મૃતકોમાં ત્રણ ચાર યુવકો 18 થી 23 વર્ષના હતા, જ્યારે અન્ય 25થી 40ની ઉંમરના હતા. જેમાં 2 પોલીસકર્મી પણ સામેલ છે.

ઇસ્કોન બ્રિજ લોકોનું ટોળું થાર જીપ અને ડમ્પર વચ્ચે થયેલો અકસ્માત જોવા માટે ઊભું હતું