Oct 03, 2024
અમદાવાદ મેટ્રો સિટીમાં શનિ રવિ ફરવા માટે ઘણા સ્થળો આવેલા છે. તમે તમારા પરિવાર અને મિત્રો સાથે અહીં વિકેન્ડમાં જઇ રિલેક્સ થઇ શકો છો.
સાબરમતી રિવરફ્રન્ટ અને અટલ બ્રિજ અમદાવાદની ઓળખ છે. અમદાવાદ શહેરની મધ્યમાંથી વહેતી સાબરમતી નદી કિનારે રિવરફ્રન્ટ પર સવાર અને સાંજે ફરવાની મજા જ કંઇક અલગ હોય છે. અહીં વિકેન્ડમાં ઘણી સ્પોર્ટ્સ અને ફન એક્ટિવિટી થાય છે.
કાંકરિયા તળાવ અમદાવાદની શાન કહેવાય છે. અમદાવાદની સ્થાપના કાળ સાથે કાંકરિયા તળાવનો ઇતિહાસ જોડાયેલો છે. કાંકરિયા તળાવની પાળે બેસવાની મજા જ કંઇક અલગ હોય છે.
અડાલજની વાવ ઇતિહાસ પ્રેમીઓ માટે અડાલજની વાવ વિકેન્ડમાં ફરવા માટે બેસ્ટ પ્લેસ છે. વર્ષો જૂની વાવની સુંદર કોતરણી મુલાકાતીઓનું મન મોહી લે છે.
અમદાવાદની સાયન્સ સિટી વિજ્ઞાન અને ટેકનોલોજીને જોવા અને સમજવા માટે એક બેસ્ટ જગ્યા છે.
ગાંધી આશ્રમનું બીજું નામ સત્યાગ્રહ આશ્રમ છે. મહાત્મા ગાંધીજી દ્વારા સ્થાપીત આ આશ્રમે ભારતની આઝાદીમાં મોટી ભૂમિકા ભજવી છે. દેશ વિદેશના લોકો ગાંધી આશ્રમ ફરવા આવે છે. ગાંધી આશ્રમમાં ગાંધીજી દ્વારા ઉપયોગમા લેવાતી ચીજવસ્તુઓનું સંગ્રહાલય છે. અહીં મુલાકાતીઓ અદભુત શાંતિનો અનુભવ કરે છે.
પરિમલ ગાર્ડન અને લો ગાર્ડન અમદાવાદની સુંદરમાં વધારો કરે છે. આ સુંદર બગીચામાં વિવિધ પ્રકારના ઝાડ, છોડ, ફુલો અને ફુવારા જોઇ મન પ્રફુલ્લિત થઇ જાય છે.
અમદાવાદનો ભદ્ર કિલ્લો આ પ્રાચીન શહેરની ઓળખ અને અસ્મિતાનું પ્રતિક છે.
અમદાવાદમાં વિન્ટેજ કારનું એક સુંદર મ્યુઝિયમ પણ છે. અહીં રાખવામાં આવેલી વર્ષો જૂની રાજા મહારાજા સમયની વિન્ટેજ કાર આકર્ષણનું કેન્દ્ર છે.
ઝુલતા મિનારા અમદાવાદની અજાયબી છે. પત્થરમાંથી નિર્મિત ઉંચા મિનારાને ધક્કો મારવાથી તે હલે છે.
અમદાવાદમાં શનિવાર અને રવિવાર દરમિયાન પ્રખ્યાત પ્રાચીન મંદિરમાં દર્શન કરવા પણ જઇ શકો છો. ભદ્ર મંદિર, જગન્નાથ મંદિર, ઇસ્કોન મંદિર, ભાડજનું હરેકૃષ્ણ મંદિર, વેષ્ણોદેવી મંદિર, કાલુપુરનું સ્વામીનારાયણ મંદિર દર્શનિય સ્થળો છે.