Asia Cup 2023: એશિયા કપ 2023 માટે લેવાશે મોટો નિર્ણય
જય શાહે કહ્યું કે એશિયા કપ અંગેનો અંતિમ નિર્ણય IPL ફાઈનલ બાદ લેવામાં આવશે
BCCIએ અમદાવાદમાં CSK અને GT વચ્ચે IPLની ફાઈનલ જોવા માટે મોટા ક્રિકેટિંગ દેશોના વડાઓને આમંત્રણ આપ્યું છે
એવું માનવામાં આવે છે કે અફઘાનિસ્તાન અને શ્રીલંકાએ હાઇબ્રિડ મોડલનો વિરોધ કરવાના ભારતીય બોર્ડના વલણને સમર્થન આપ્યું હતું.
પાકિસ્તાન દ્વારા સુચવાયેલ હાઇબ્રિડ મોડલમાં ટુર્નામેન્ટ બે દેશોમાં રમાશે
કોઈ નિર્ણય ન હોવા છતાં, બીસીસીઆઈ ફરીથી તટસ્થ સ્થળ પર ચર્ચા કરશે
ઓમાન ક્રિકેટના ચેરમેન પંકજ ખીમજી, જેઓ એસીસીના વાઇસ પ્રેસિડેન્ટ છે, તેમને આ વિવાદિત મુદ્દાને ઉકેલવાની જવાબદારી સોંપવામાં આવી છે.
બીસીસીઆઈને લાગે છે કે યુએઈમાં ક્રિકેટ રમવું, પીસીબીનું પસંદગીનું તટસ્થ સ્થળ છે પણ ગરમીથી રમવું શક્ય નહીં બને