ભાજપે આગામી વિધાનસભા ચૂંટણી માટે રિવાબા જાડેજાને  ટિકીટ આપી મેદાને ઉતારી છે. બીજેપીએ રિવાબાને જામનગર નોર્થથી ઉમેદવાર બનાવ્યા છે. મહત્વનું છે કે, રિવાબા ટીમ ઇન્ડિયાના ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની અર્ધાંગિની છે. 

Nov 25, 2022

Mansi Bhuva

રિવાબા મતદારોને રીઝવવા માટે પૂરજાશમાં પ્રચાર કરી રહી છે. આ દરમિયાન લોકોની સાથે તેને મીડિયા સાથે વાતચીત કરી છે. (Photo: Rivaba Jadeja Facebook)

પ્રચંડ ચૂંટણી પ્રચાર દરમિયાન  વરિષ્ઠ પત્રકાર રાજદીપ સરદેસાઇને રિવાબાએ ઇન્ટરવ્યૂ આપ્યુ હતું. રાજદીપે ભારે ઉત્સુક્તા સાથે રિવાબાને ચોખ્ખું પૂછી લીધું હતું કે, શું રવિન્દ્ર જાડેજાની પત્ની હોવાના કારણે બીજેપીએ ટિકીટ આપી છે? (Photo: Rivaba Jadeja Facebook)

પત્રકાર રાજદીપ સરદેસાઇના સવાલનો જવાબ રિવાબાએ વિનમ્રતા સાથે જવાબ આપ્યો હતો. રિવાબાએ કહ્યું કે, મને ગર્વ છે કે, મારી સાથે મારા પતિનું નામ જોડેયેલું છે. જો કોઇ એવી વાત કરે છે કે તેના નામના કારણે મને ટિકીટ મળી છે તો તે ખરું છે.  

રિવાબાએ આ વાતચીત આગળ વધારતા કહ્યું હતુ કે, આ વખતે તેને રવિન્દ્ર જાડેજાની પત્નીના નામ પર ટિકટ મળી છે, પરંતુ તે બીજેપી નેતૃત્વની ઉમ્મીદ પર ખરી ઉતરશે તેમજ હવે પછી ટિકીટ મળશે તો કોઇની પત્નીના રૂપમાં નહીં પણ રિવાબા જાડેજાના રૂપમાં મળશે.

ઉલ્લેખનીય છે કે, રિવાબા જાડેજા વર્ષ 2019માં લોકસભા ચૂંટણી પહેલા બીજેપી સાથે તેને રાજકીય સફરની શરીઆત કરી હતી. ત્યારે રિવાબા પ્રથમ વાર ચૂંટણીમાં ભાગ લઇ રહી છે. ત્યારે જોઇ લોકો રિવાબાને મોકો આપે છે કે નહીં. (Photo: Rivaba Jadeja Facebook)

hપાણીની ટાંકી સાંફ કરવાની ટિપ્સ

આ ચૂંટણી માટે ગુજરાતમાં પ્રથમ તબક્કાનું 89 બેઠક માટે મતદાન થશે. જ્યારે બીજા તબક્કામાં 92 બેઠક માટે મતદાન થશે.