T20 WC: મહિલા ટી20 વિશ્વ કપમાં ઓસ્ટ્રેલિયા બન્યું ચેમ્પિયન

Feb 27, 2023

Ashish Goyal

ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ ટીમે ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવી ચેમ્પિયન બની ડંકો વગાડ્યો છે.

કેપટાઉનના ન્યૂલેન્ડ્સમાં રમાયેલ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં 6 વિકેટે 156 રન કર્યા હતા

દક્ષિણ આફ્રિકાની ટીમ 20 ઓવરમાં છ વિકેટે માત્ર 137 રન જ બનાવી શકી હતી

મહિલા ટી 20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાનું પ્રભુત્વ છે. અત્યાર સુધી છ વખત ચેમ્પિયન બન્યું છે.

વુમન ટી 20 વર્લ્ડ કપ ટુર્નામેન્ટ વર્ષ 2009 થી રમાય છે. અત્યાર સુધી આઠ વખત ટુર્નામેન્ટ થઇ છે. 

ઓસ્ટ્રેલિયન મહિલા ટીમ ચેમ્પિયન બન્યું એટલું જ નહીં. ચેમ્પિયન બનવામાં બે વખત હેટ્રિક લગાવી છે.

ઓસ્ટ્રેલિયન મહિલા ટીમે ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને 19 રનથી હરાવી છઠ્ઠી વખત ચેમ્પિયન બની. 

ઓસ્ટ્રેલિયાએ વર્ષ 2010, 2012, 2014, 2018, 2020 અને વર્ષ 2023 ખિતાબ પોતાને નામ કર્યો છે

ઓસ્ટ્રેલિયા ઉપરાંત માત્ર ઇંગ્લેન્ડ વર્ષ 2009 અને વેસ્ટ ઇન્ડિઝ વર્ષ 2016 માં ચેમ્પિયન બન્યું છે

મહિલા ટી 20 વિશ્વ કપમાં ફરી એકવાર ઓસ્ટ્રેલિયાએ પોતાની નારી શક્તિનો પરચો આપ્યો છે.

મહિલા ટી 20 વિશ્વ કપમાં ફરી એકવાર ઓસ્ટ્રેલિયાએ પોતાની નારી શક્તિનો પરચો આપ્યો છે.

મહિલા ટી 20 વિશ્વ કપમાં ફરી એકવાર ઓસ્ટ્રેલિયાએ પોતાની નારી શક્તિનો પરચો આપ્યો છે.