વસંત પંચમી સ્પેશિયલ મીઠાઇ પનીર રાજભોગ રેસીપી

Jan 19, 2026, 06:16 PM
Photo Credit : Social Media

વસંત પંચમી 2026

વસંત પંચમી હિન્દુ ધર્મનો ખાસ તહેવાર છે, જે મહા સુદ પાંચમ તિથિ પર ઉજવાય છે. વસંત પંચમી પર માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે.

Photo Credit : Freepik

વસંત પંચમી મહત્વ

વસંતપંચમીનો દિવસ વિદ્યાભ્યાસ શરૂ કરવા આદિવસ શુભ મનાય છે. આ દિવસે પીળા રંગના વસ્ત્ર પહેરવાની અને પીળા કલરની મીઠાઇ ખાવાની પરંપરા છે.

Photo Credit : Freepik

પનીર રાજભોગ રેસીપી સામગ્રી

પનીર, મેંદો, ખાંડ, પીળો ફૂડ કલર, કેસરના તાંતણા, એલચી પાઉડર, બદામ અને પીસ્તાના ટુકડા, પાણી

Photo Credit : Social Media

ખાંડની ચાસણી બનાવો

પનીર રાજભોગ બનાવવા માટે સૌથી પહેલા કેસર, એલચી પાઉડર, બદામ અને પીસ્તાને એક સાથે મિક્સ કરી લો. પછી એક પાણીમાં ખાંડને મીડિયમ તાપે ઓગાળો.

Photo Credit : Social Media

મેંદો અને પનીર મિક્સ કરો

હવે એક વાસણમાં છીણેલું પનીર અને મેંદો મિક્સ કરો. તેનો એક નરમ લોટ જેવું બનાવો.

Photo Credit : Social Media

રાજભોગ બનાવો

આ મિશ્રણ માંથી ગુલાબ જેવા નાના નાના બોલ તેને હથેળી વડે ચપટા કરી દો. પછી તેમા ડ્રાઇફ્રૂટ્સનું સ્ટફિંગ ભરો અને તેને ગોળાકાર બંધ કરી દો.

Photo Credit : Social media

રાજભોગ ચાસણીમાં પકવો

હવે ખાંડ વાળા પાણીમાં રાજભોગને નાંખો અને તેને ધીમા તાપે 15 થી 20 મિનિટ સુધી પકવવા દો.

Photo Credit : Social Media

રાજભોગને પકવો

આ દરમિયાન ગેસની આંચ ધીમી રાખો. પ્રત્યેક 5 મિનિટે એક વખત ઉકાળો આવવો દો, જેથી ખાંડ ઘટ્ટ ન થાય. આ રીતે તમે ઓછી મહેનતે સરળતાથી પનીર રાજભોગ બનાવી શકો છો.

Photo Credit : Social Media

પનીર રાજભોગ રેસીપી

પનીર રાજભોગ એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ હોય છે, જે ખાવામાં રસગુલ્લા જેવા હોય છે.

Photo Credit : Social Media