બીચ વેકેશન પ્લાન કરતી વખતે આ અદભુત ભારતીય સ્થળોને તમારી લિસ્ટમાં કરો શામેલ

Feb 28, 2023

shivani chauhan

બીચ વેકેશન પર જવું લગભગ બધાને પસંદ છે, આ એક એવી પળ જે તમને શહેરના જીવનની ધમાલમાંથી તરત જ દૂર લઈ જઈ શકે છે.

 જો તમે પહેલાથી જ ગોવાની સફર કરી લીધી હોય અને કંઈક નવું શોધવાનું વિચારી રહ્યાં હોવ, તો અહીં કેટલાક ઑફ-બીટ બીચ પ્લેસ છે જેની મુલાકાત લેવી તમને ગમશે.

ગોકર્ણ, કર્ણાટક: ગોવાથી લગભગ 190 કિલોમીટર દક્ષિણે આવેલું ગોકર્ણ કે જે ગોવાના ભીડવાળા દરિયાકિનારા માટે ઉત્તમ વિકલ્પ છે. તે મહાબળેશ્વર મંદિર માટે લોકપ્રિય છે.

ગોકર્ણ, કર્ણાટક: આ શાંત નગરમાં, તમે દરિયાઈ મોજાઓ સાથે રમવાનો આનંદ માણી શકો છો અથવા ફક્ત સૂર્યમાં તડકામાં બેસી શકો છો. પેરેડાઇઝ બીચ અને હાફ મૂન બીચ ત્યાં પ્રખ્યાત છે. શહેરનું સૌથી નજીકનું એરપોર્ટ ગોવાનું ડાબોલિમ એરપોર્ટ છે.

મરારી, કેરળ :  કેરળના અલપ્પુઝા જિલ્લામાં આવેલો મરારી બીચ રાજ્યના ઓછો જાણીતો પરંતુ  શાનદાર બીચ છે. આ શાંત નગર પૃથ્વી પરનું સ્વર્ગ છે, પામ વૃક્ષો અને સોનેરી રેતી ત્યાં જોવા મળે છે.  

મરારી, કેરળ :  અહીં તમે કાં તો તડકામાં બેસી શકો છો અથવા દરિયાઈ સર્ફિંગ, વોટર સ્કીઈંગ, પેરાસેલિંગ અને ડીપ સી ફિશિંગ જેવી વોટર સ્પોર્ટ્સ એકટીવીટીઝ પસંદ કરી શકો છો. વાઈલ્ડ લાઈફ અડવેંચર માટે કુમારકોમ પક્ષી અભયારણ્યની પણ મુલાકાત લઈ શકાય છે.

હેવલોક, આંદામાન: હેવલોક બીચ ખૂબ જ સુંદર અને રજાઓ માટેજ બનાવ્યો છે જ્યાં તમે વિવિધ એડવેન્ચર એકટીવીટી એક્સપ્લોર કરી શકો છો અને તમારા વ્યસ્ત જીવનથી રેલેક્ષ થઇ શકો છો. 

હેવલોક, આંદામાન: કોરલ રીફ્સ ઉપરાંત સ્કુબા ડાઇવિંગ અને સ્નોર્કલિંગ એ મરીન લાઈફ લવર્સ માટે શ્રેષ્ઠ અનુભવો પૈકીનો એક છે. વેકેશન એન્જોય કરવા માટે બેસ્ટ ડેસ્ટિનેશન છે.

પોંડિચેરી : આ વસાહતી નગર ફ્રેન્ચ સંસ્કૃતિ અને આર્કિટેક્ચરને એક્સપ્લોર કરવા માટેનું એક શ્રેષ્ઠ સ્થળ છે. તે ઓરોવિલેના શ્રી ઓરોબિંદો આશ્રમ માટે પણ જાણીતું છે જ્યાં સેંકડો લોકો શાંતિ મેળવવા જાય છે. 

પોંડિચેરી : પોંડિચેરીમાં કેનોઇંગ અને બેકવોટર સેઇલિંગ સહિત અનેક બીચ પ્રવૃત્તિઓ ઉપલબ્ધ છે. બીચ કેમ્પિંગ એ લોકો માટે તારાઓવાળા આકાશ નીચે સૂવાનો અને સનરાઈઝ વ્યુ ઇન્જોય કરી શકો છો.

મહાબલીપુરમ : મહાબલીપુરમ પર વેકેશન માનવું અત્યંત રોમાંચક છે. ફૂડિઝ અહીં સીફૂડ ડીશની ઘણી ટેસ્ટોરન્ટ એક્સપ્લોર શકે છે.

મહાબલીપુરમ : મહાબલીપુરમના બીચ પર વિન્ડસર્ફિંગ અને સ્વિમિંગનો દિવસભર આનંદ માણી શકાય છે. અન્ય આકર્ષણમાં 7મી સદીના પ્રખ્યાત મોનોલિથિક પાંડવ રથ અને વરાહસ ગુફા મંદિરો છે.