શિયાળાની ઠંડીમાં ફરવાની મજા જ અલગ હોય છે. ઘણા સ્થળોએ હિમ વર્ષા થાય છે. અહીં શિયાળામાં ફરવા માટે શ્રેષ્ઠ 7 પ્રવાસ સ્થળ વિશે જણાવી રહ્યા છીએ. અહીં તમે પરિવાર અને મિત્રો સાથે ફરવા જઇ શકો છો
શિમલા હિમચાલ પ્રદેશનું વિશ્વ પ્રખ્યાત હિલ સ્ટેશન છે. શિયાળામાં હિમ વર્ષા બાદ અહીનું કુદરતી સૌંદર્ય જોવાલાયક હોય છે. હનીમૂન માટે પણ શિમલા શ્રેષ્ઠ સ્થળ છે.
સોનમર્ગ જમ્મુ કાશ્મીરના બરફાચ્છિત ઉંચા પહાડો અને સુંદર ફુલો ચાદર જોઇ પ્રવાસીઓ ખુશ થઇ જાય છે. ગુલમર્ગ જેમ સોનમર્ગ પણ જમ્મુ કાશ્મીરનું પ્રખ્યાત પ્રવાસ સ્થળ છે.
ઔલી ઉત્તરાખંડનું કુદરતના ખોળે આવેલું ફરવા લાયક સ્થળ છે. હિમ વર્ષા બાદ માહોલ સુંદર અને મનોરંજન બની જાય છે. દર વર્ષે લાખો પ્રવાસીઓ હિમ વર્ષાનો આનંદ માણવા ઔલી આવે છે.
મનાલી હિમાચલ પ્રદેશનું પ્રખ્યાત હિલ સ્ટેશન છે. સ્કીઇંગ, સ્નોબોર્ડિંગ, સ્લેજિંગ, આઇસ ક્લાઇમ્બીંગ જેવી મનોરંજક એક્ટિવિટી અને અદભુત કુદરતી નજારો જોઇ પ્રવાસીઓ આનંદિત થઇ જાય છે.
નૈનીતાલ ઉ્ત્તરાખંડનું વાદળ સાથે વાતો કરતા ઉંચા પર્વત, લીલાછમ ઉંચા વૃક્ષો, નયનરમ્ય તળાવ, દૂરથી દેખાતા બરફાચ્છિત હિમાલયની ગીરીમાળા જોઇ પ્રવાસીઓ આશ્ચર્ય ચકિત થઇ જાય છે.
ગુલબર્ગ જમ્મુ કાશ્મિરનું ફરવા લાયક સ્થળ છે. શિયાળાની હિમ વર્ષા બાદ કેબલ કાર રાઇડ અને બરફની સફેદ ચાદરથી ઢંકાયેલા ઉંચા પર્વત અને પ્રકૃતિનો નજારો જોવાની મજા પડે છે.
રણોત્સવ ગુજરાતના કચ્છમાં ઉજવાય છે. આ વર્ષે 11 નવેમ્બર 2024 થી 15 માર્ચ 2025 સુધી રણ ઉત્સવ ચાલશે. અહીં સફેદ રણમાં રાત્રે ચંદ્ર પર હોવનો અનુભવ અદભુત હોય છે. કચ્છની લોકસંસ્કૃતિ, પરંપરાગત ભોજન, ટેન્ટ સિટીમાં રોકાણ સહિત મનોરંજક પ્રવૃત્તિઓ પ્રવાસને યાદગાર બનાવે છે.