ઉનાળામાં ગરમીથી બચવા લોકો હિલ સ્ટેશન ફરવા જાય છે. હિલ સ્ટેશન પર ઉનાળામાં પણ ઠંડક હોય છે.

Apr 30, 2024, 12:02 AM

ઉત્તર ભારતમાં ઘણા હિલ સ્ટેશન આવેલા છે, જે ઉનાળામાં ફરવા માટે બેસ્ટ ડેસ્ટિનેશન છે. અહીં પ્રખ્યાત 8 હિલ સ્ટેશનની યાદી છે,જ્યાં ઉનાળા પહોંચતા જ ગરમી થઇ જશે છૂમંતર

નૈનીતાલ

નૈનીતાલ ઉત્તરાખંડનું હિલ સ્ટેશન છે. કુમાઉ ક્ષેત્રમાં સ્થિત નૈનીતાલમાં ઉંચા પહાડ, નદી, જંગલ, સૂર્યારત જોવાની પ્રવાસીઓન મજા પડે છે.

ધનૌલ્ટી

ધનૌલ્ટી હિલ સ્ટેશન ઉત્તરાખંડમાં આવેલું છે. ધનૌલ્ટીમાં પહાડોના રોમાંચક વળાંક, ઢોળાવ, તાજી ઠંડી હવા, શાંતિ અને એકાંત પ્રવાસીઓને અદભુત આનંદ આપે છે.

લેંસડાઉન

લેંસડાઉન ઉત્તરાખંડનું ઓછું પ્રખ્યાત પણ મજેદાર હિલ સ્ટેશન છે. લેંસડાઉનની ખાસિયત અદભુત કુદરતી સૌંદય અને મજેદાર સાંજ, જે તેને બેસ્ટ સમર ડેસ્ટિનેશન બનાવે છે.

શિમલા

શિમલા ભારતીયોનું સૌથી પ્રિય હિલ સ્ટેશન છે, જે હિમાચલ પ્રદેશમાં આવેલું છે. શિમલામાં ભીમકાલી મંદિર, પબ્બર ખીણ કેમ્પ, ઈકો નેચરલ પાર્ક, ફાગુ ગામ, ગોર્ટન કેસલ , જખુ હીલ સ્ટેશન ફરવા લાયક સ્થળ છે.

ધરમશાલા

ધમરશાલા હિમાચલ પ્રદેશનું પ્રખ્યાત હિલ સ્ટેશન છે. ઘણા ફરવા લાયક સ્થળ ઉપરાંત અહીં દુનિયાનું સૌથી ઉંચાઇ પર આવેલું ક્રિકે સ્ટેડિયમ પણ છે.

ગુલબર્ગ

ગુલબર્ગ કાશ્મીરનું સૌથી સુંદર પ્રવાસન સ્થળ છે. ઉનાળામાં પણ લીલીછમ જમીન, રંગેબરંગી ફુલો અને તાજા ફળો પ્રવસાને યાદગાર બનાવે છે.

જીભી

હિમાચલ પ્રદેશનું જીબી હિલ સ્ટેશન પર દેવદાર વૃક્ષના જંગલ, શાંત તળાવ અને પ્રાચીન મંદિરો પ્રવાસીઓને આકર્ષિત કરે છે.

લામાયુરુ

લામાયુરુ લદ્દાખનું હિલ સ્ટેશન છે, જેને ચંદ્રની ધરતી કહેવાય છે. વિશેષ ભૌગોલીક રચના, સ્વપ્ન સમાન વાતાવરણ પ્રવાસીઓને લામાયુરુ ખેંચી લાવે છે.

શ્રીનગર

શ્રીનગર કાશ્મીરનું પાટનગર છે. બરફાચ્છાદિત પહાડ, દાલ તળાવ, શિકારામાં બોટિંગ પ્રવાસીઓ માટે યાદગાર બની રહે છે.