ઇલેક્ટ્રિક કાર ભારતમાં લોકપ્રિય થઇ રહી છે. પાવરફુલ બેટરી, એડવાન્સ ટેકનોલોજી અને શાનદાર ફીચર્સ અને આકર્ષક લુક ધરાવતી ઘણી ઇ કાર ભારતમાં ઉપલબ્ધ છે.
અહીં ભારતમાં 10 લાખ રૂપિયાથી ઓછી કિંમતમાં વેચાતી 5 Electric Cars વિશે જાણકારી આપી છે.
ટાટા પંચ ભારતમાં સૌથી લોકપ્રિય ઇ કાર છે. ટાટા પંચમાં વોઇસ આસિસ્ટેડ ઇલેક્ટ્રિક સનરૂફ આવે છે. ગ્લોબલ NCAP ક્રેશ ટેસ્ટમાં 5 સ્ટાર રેટિંગ મળ્યું છે. Tata Punchની કિંમત એક્સ શોરૂમ 9.99 લાખ થી શરૂ થાય છે.
હ્યુન્ડાઇ વેન્યુ ઇ અમુક મોડેલોમાં સનરૂફ અને સલામતી માટે ડ્યુઅલ કેમેરા સાથે ડેશકેમ આવે છે. હ્યુન્ડાઇ વેન્યુ ઇ કારની એક્સ શોરૂમ કિંમત 7.94 લાખ રૂપિયાથી શરૂ થાય છે.
એમજી કોમેટ ઇવી તાજેતરમાં લોન્ચ થયેલી ભારતની સૌથી સસ્તી ઇ કાર છે. આ ઇ કાર 5 વેરિયન્ટમાં ઉપલબ્ધ છે. કંપનીએ આ કાર સિંગલ ચાર્જિંગમાં 200 કિમીથી વધુ દોડવાનો દાવો કર્યો છે. એમજી કોમેટ ઇવીની એક્સ શોરૂમ કિંમત 4.99 લાખ રૂપિયા થી શરૂ થાય છે અને 9.80 લાખ રૂપિયા સુધી પહોંચે છે.
હ્યુન્ડાઇ એક્સટરમાં 6 એરબેગ અને વોઇસ આસિસ્ટેડ સ્માર્ટ ઇલેક્ટ્રિક સનરૂફ આવે છે. હ્યુન્ડાઇ એક્સટર ઇલે. કારની એક્સ શોરૂમ કિંમત 6 લાખ રૂપિયા થી 10.51 લાખ રૂપિયા સુધી હોય છે.
ટાટા ટિયાગો ઇવી 2 બેટરી ઓપ્શન સાથે આવે છે અને 223 કિમી રેન્જનો દાવો કરે છે. ટાટા ટિયાગો ઇવી કારની એક્સ શોરૂમ કિંમત 7.99 લાખ રૂપિયા થી 11.14 લાખ રૂપિયાની વચ્ચે છે.