મંઝીલ સે બેહતર યે રાસ્તે... ચોમાસામાં ગુજરાતના 5 લોંગ ડ્રાઇવ ડેસ્ટિનેશન

Jun 06, 2025, 05:04 PM

ચોમાસામાં ગુજરાત પ્રવાસ

ચોમાસાના વરસાદમાં લોંગ ડ્રાઇવ પર ફરવું થ્રિરલ અને રોમાંચક હોય છે. ઘણા લોકો બાઇક કે કાર લઇ લોંગ ડ્રાઇવ પર જાય છે.

ગુજરાતમાં લોંગ ડ્રાઇવ ટ્રીપ

ગુજરાતમાં લોંગ ડ્રાઇવ માટે ઘણા સ્થળો છે, જ્યાં મિત્રો, પાર્ટનર કે પરિવાર સાથે ફરવા જઇ શકાય છે. આ સ્થળો શનિવાર કે રવિવારમાં એક દિવસની પીકનિક માટે શ્રેષ્ઠ ટુરિસ્ટ પ્લેસ છે.

ધોળાવીરા રોડ ટુ હેવન

ગુજરાતના કચ્છમાં ધોળાવીરા થી ખાવડ વચ્ચે આવેલો 30 કિમી લાંબો હાઇવે રોડ ટુ હેવન કહેવાય છે. કચ્છમાં વરસાદનું પાણી સુકાયા બાદ સફેદ મીઠાનું રણ બને છે. રસ્તાની બંને બાજુ સફેદ રણ અને સૂર્યાસ્તનો નજારો જોવાલાયક હોય છે.

સાપુતારા હિલ રોડ

ગુજરાતનું સાપુતારા હિલ સ્ટેશન પણ ચોમાસામાં ફરવા જઇ શકાય છે. સાપુતારાના સહ્યાદ્રી પર્વતમાતા માંથી પસાર થતી વખતે ઉંચા વૃક્ષો, જંગલ, ખીણ, ઝરણાં, પક્ષીઓનો કલરવ અને ઠંડી હવા મુલાકાતીઓને સુખદ અનુભવ આવે છે.

અંબાજી મંદિર રોડ

ગુજરાતમાં અંબાજી મંદિર જતી વખતે અરવલ્લીના પહાડ જોઇ પ્રવાસીઓ રોમાંચ અનુભવે છે. ખાસ કરીને ચોમાસાના વરસાદ બાદ અંબાજી મંદિર જવાનો રસ્તો રમણીય બની જાય છે.

પોળોના જંગલ રોડ

ઇડર નજીક પોળોના જંગલ અરવલ્લીની પર્વતોમાં વસેલું પ્રખ્યાત પિકનિક સ્પોટ છે. ઝરમર વરસાદમાં પહાડ ચડી વખતે બાઇક રાઇડિંગન અનુભવ યાદગાર રહ છે. ઇતિહાસ અને પ્રકૃતિ પ્રેમીઓ માટે પોળોના જંગલ સ્વર્ગ સમાન છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી

સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતનું પ્રખ્યાત સ્થળ છે. નર્મદા કિનારે સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના રસ્તા પર એક બાજુ જંગલ અને બીજી બાજુ નર્મદા નદીનો રમણીય નજારો જોવા મળે છે. અહીં વરસાદના માહોલમાં રોમેન્ટિક ટ્રીપ માણી શકાય છે.