જડેશ્વર વન અમદાવાદનો સૌથી મોટો પાર્ક છે. જડેશ્વર વનમાં 2.5 લાખ વધારે વૃક્ષ અને છોડ, નાનું તળાવ અને ઝુલતા પુલ સહિત ઘણા આકર્ષણો છે, જે તમારા પિકનિકને મજેદાર બનાવશે.
ઝાંધરી ધોધ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ડાભા ગામ નજીક વાત્રક નદી પર આવેલો છે. ઝાંઝરી પ્રખ્યાત ધાર્મિક અને પ્રવાસન સ્થળ છે. પ્રવાસીઓને વોટર પાર્ક કરતા ધોધમાં નાહવાની વધારે મજા પડે છે.
ગળતેશ્વર ડાકોર નજીકનું ફરવાનું પ્રસિદ્ધ શ્થળ છે. ગળતેશ્વર મહી નદી અને ગળતી નદીનું ત્રિવેણી સંગમ છે. ઉનાાળામાં ગળેતેશ્વરમાં નાહવાનો અદભુત આનંદ આવે છે.
ગાંધીનગરમાં અક્ષરધામ અને ઈન્દ્રોડા પાર્ક વન-ડે પિકનિક માટે શ્રેષ્ઠ સ્થળ છે.
થોળ પક્ષી અભ્યારણ માં તળાવ, કુદરતી દ્રશ્ય અને પક્ષીઓ જોવાની જમા પડી જશે.
નળ સરોવર પક્ષી અભ્યારણ લોંગ ડ્રાઇવ સાથે પિકનિકનો અનભુવ બની રહે છે.
પોલો ફોરેસ્ટ સાબરકાંઠાનું સૌથી લોકપ્રિય પ્રવાસન સ્થળ છે. અમદાવાદથી માત્ર 150 કિમી દૂર આવેલું આ સ્થળ જંગલ, નદી, વન્ય પશુ-પક્ષીઓ જોવા માટેનું શ્રેષ્ઠ સ્થળ છે.
મોઢેરા સૂર્ય મંદિર ઇતિહાસ પ્રેમીઓ માટે એક બેસ્ટ પિકનિક સ્થળ છે.