હોળી ધુળેટી ધાર્મિક તહેવાર છે. ફાગણ પુનમ પર રાત્રે હોળી પ્રગટાવાય છે અને ત્યાર પછીના દિવસે ધુળેટી ઉજવાય છે. ધુળેટી પર લોકો એક બીજાને રંગ લગાવે છે. મનની કડવાશ દૂર કરી એકબીજાના ગળે મળે છે.
આ વખતે 13 માર્ચ, 2025 ગુરુવારની રાત્રે હોળી પ્રગટાવાશે અને ત્યાર પછીના દિવસે 14 માર્ચ શુક્રવારે ધુળેટી ઉજવાશે. ગુરુવાર અને શુક્રવારે હોળી ધુળેટી આવતી હોવાથી તમને 4 દિવસનો લાંબો વિકેન્ટ મળી શકે છે.
ભારતમાં ઘણા સ્થળોએ હોળી ધુળેટીની શાનદાર ઉજવણી થાય છે. જો તમે આ વખતે હોળી ધુળેટી પર ફરવા જવા માંગો છો તો અહીં અમુક ખાસ સ્થળો પર જઇ શકાય છે, જ્યાં હોળી ધુળેટીની ઉજવણી યાદગાર બની રહેશે.
હોળી ધુળેટીના તહેવારનો સંબંધ ભગવાન કૃષ્ણ અને રાધા સાથે પણ છે. આથી ગોકુળ મથુરા અને નંદ ગામમાં હોળી ધુળેટીની બહુ શાનદાર ઉજવણી કરવામાં આવે છે. પ્રસિદ્ધ કૃષ્ણ મંદિરમાં ભગવાનને ફુલ અને રંગો વડે હોળી રમાડવામાં આવે છે.
બરાસના અને વૃંદાવનની લઠ્ઠમાર હોળી વિશ્વ પ્રસિદ્ધ છે. ધુળેટીના દિવસે નંદગામના પુરુષો બરસાનામાં હોળી રમવા આવે છે. તો બરાસાનાની મહિલાઓ હાથમાં લાકડી લઇ તેમના માથા પર મારે છે. હોળીના ગીત ગાવામાં આવે છે જેને ફાગ કહેવાય છે. ચારેય બાજુ ભક્તિ અને મસ્તીનો માહોલ હોય છે. વૃંદાવનમાં બહુ સારી રીતે હોળી ધુળેટીનો તહેવાર ઉજવાય છે.
હોળી ધુળેટીની ઉજવણી માટે પુષ્કર જઇ શકાય છે. પુષ્કર શહેરમાં પણ હોળી ધુળેટી માટે ખાસ તૈયારીઓ કરવામાં આવે છે. વિવિધ પ્રકારના કાર્યક્રમનું આયોજન થાય છે. દેશ અને વિદેશ માંથી મોટી સંખ્યામાં લોકો પુષ્કરની પ્રસિદ્ધ હોળી ધુળેટી જોવા આવે છે.
રાજસ્થાનના પાટનગર જયપુરમાં હોળી ધુળેટી સારી રીતે ઉજવાય છે. જયપુરમાં વિવિધ સ્થળો પર હોળી ધુળેટીની ઉજવણી માટે ખાસ આયોજન કરવામાં આવે છે.
દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણનું પ્રસિદ્ધ મંદિર છે. હોળી બાદ ધુળેટીના દિવસે દ્વારકા મંદિરના પરિસરમાં ખાસ રીતે ધુળેટી ઉજવાય છે. મોટી સંખ્યામાં લોકો ધુળેટી રમવા આવે છે.
ગોવાના ઘણા પાર્ટી પ્લોટ અને ક્લબ હાઉસમાં હોળી ધુળેટી સેલેબ્રિશન થાય છે. જેમને બહુ ભીડ પસંદ નથી તેમના માટે ગોવા શ્રેષ્ઠ સ્થળ છે. અહી તમે મિત્રો અને પરિવાર સાથે મજા માણી શકો છો.