અમદાવાદમાં ઘણા પ્રખ્યાત ફરવા લાયક સ્થળ છે. અહીં ખાસ કરીને બાળકો માટે ફરવા લાયક સ્થળો વિશે જાણકારી આપવામાં આવી છે. અહીં બાળકોને ગમ્મત સાથે જ્ઞાન પણ મળશે.
કાંકરિયા અમદાવાદનું પ્રખ્યાત ફરવા લાયક સ્થળ છે. કાંકરિયા તળાવ, પ્રાણી સંગ્રાહલય, નેક્ટર ઝૂ, અટલ એક્સપ્રેસ અને નગિના વાડી જેવા વિવિશ આકર્ષકો છે.
સાબરમતી રિવરફ્રન્ટ અમદાવાદનું શાન ગણાય છે. સાબરમતી નદી કિનારે રિવરફ્રન્ટ, અટલ બ્રિજ, બાગ બગીચા હોડીમાં બેસવાની બાળકોને મજા પડશે.
ગાંધી આશ્રમ અમદાવાદમાં સાબરમતી નદી કિનારે આવેલું છે, જેને હૃદયકુંજ પણ કહેવાય છે. દેશ અને દુનિયામાંથી લાખો લોકો ગાંધી આશ્રમની મુલાકાતે આવે છે. આ આશ્રમ ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ બંધાવ્યો હતો. અહીં ભારતની સ્વતંત્રતા લડાઇ, ગાંધીજીના સત્યાગ્રહ અને જીવન વિશે પ્રદર્શન જોઇ શકે છે. ગાંધી આશ્રમમાં મુલાકાતીઓને શાંતિનો અદભુત અહેસાસ થાય છે.
અક્ષરધામ અમદાવાદ નજીક ગાંધીનગરમાં સ્થિત છે. ઉત્કૃષ્ઠ સ્થાપત્ય શૈલી, સુંદર બગીચા અને લાઇટિંગ જોઇ બાળકોની સાથે વડીલો પણ આશ્ચર્યચકિત થાય છે.
અમદાવાદનું સાયન્સ સિટી વિજ્ઞાન પ્રેમીઓ માટે સ્વર્ગ સમાન છે. સાયન્સ, અવકાશ, ખોગળશાસ્ત્ર, રોબોટ, ટેક્નોલોજી સહિત વિવિધ વિજ્ઞાન સંબંધિત પ્રદર્શની બાળકોના નોલેજમાં વધારો કરે છે.
થોર તળાવ અમદાવાદથી લગભગ 28 કિમી દૂર આવેલું વન્ય અભ્યારણ છે. શિયાળામાં ભારતના પશુ પક્ષી ઉપરાંત વિદેશી પ્રવાસી પક્ષીઓ, શાંત વાતાવરણમાં પક્ષીઓનો કલરવ, વિશાળ તળાવનો સુંદર કુદરતી નજારો જોઇ બાળકમાં પ્રકૃતિ પ્રત્યે પ્રેમ જગાડી શકાય છે.
અમદાવાદમાં સિટી મ્યુઝિયમ, કેલીકો ટેક્સટાઇલ મ્યુઝિયમ, વિશાળા મ્યુઝિયમ, લાલાભાઈ દલપતભાઈ મ્યુઝિયમ, પતંગ મ્યુઝિયમ, ટોપ મ્યુઝિયમ, સરદાર વલ્લભભાઇ મ્યુઝિયમ અને વિન્ટેજ કાર મ્યુઝિયમ આવેલા છે.