વેલેન્ટાઇન ડે 14 ફેબ્રુઆરીએ ઉજવાય છે. આ દિવસ પર પ્રિયજન સાથે અમદાવાદમાં ફરવા માટે ઘણા સુંદર સ્થળો છે. અહીં પાર્ટનર સાથે તમે ક્વોલિટી પસાર કરી વેલેન્ટાઇન દિવસને યાદગાર બનાવી શકો છો.
સાબરમતી રિવરફ્રન્ટ અમદાવાદમાં ફરવાનું પ્રખ્યાત સ્થળ છે. પ્રિયજન સાથે હાથમાં હાથરાખી નદી કિનારે બેસવું અદભુત હોય છે. અહીં બોટિંગ પણ મજા માણી શકાય છે.
સાબરમતી રિવરફ્રન્ટ પર ઘણા ફ્લાવર પાર્ક છે. એલિસબ્રિજ, ઉસ્માનપુરા અને શાહીબાગ બાજુ સુંદર બગીચા છે. સુંદર ફુલ અને છોડથી સુશોભિત ગાર્ડન પ્રિયજનો માટે ક્વોલિટી ટાઇમ પસાર કરવા માટે શ્રેષ્ઠ સમય છે.
લો ગાર્ડન અમદાવાદનું પ્રખ્યાત ગાર્ડન છે. અંદરથી હેરિટેજ અને બહારથી મોર્ડન લુક ધરાવતું લો ગાર્ડનની વેલેન્ટાઇન ડે પર મુલાકાત લઇ શકાય છે. લો ગાર્ડનની બહાર ટ્રેડિશનલ ચીજોનું માર્કેટ અને ખાણીપીણી બજારમાં મનપસંદ ફુટ ટેસ્ટ કરી શકાય છે.
અમદાવાદ શહેરની ભીડથી દૂર અડાલજ વાવ સુંદર સ્થળ છે. વેલેન્ટાઇન ડે પર પ્રિયજન સાથે ક્વોલિટી ટાઇમ પસાર કરવા માટે અહીં જઇ શકાય છે.
અમદાવાદનું ઘરેણું કાંકરિયા તળાવ વેલેન્ટાઇન ડે પર ફરવાનું શ્રેષ્ઠ સ્થળ છે. કાંકરિયાની તળાવની પાળે બેસી સૂર્યાસ્તો નજારો જોવાલાયક હોય છે.
જાડેશ્વર વન અમદાવાદનું સૌથી મોટું ગાર્ડન છે. દેશ અને વિદેશી પ્રજાતિના લાખો ફુલ, છોડ અને વૃક્ષોથી સુશોભિત જાડેશ્વર વનની મુલાકાત યાદગાર રહે છે. ગાર્ડનમાં ભર્યા બાદ થોડેક દૂર આવેલા વિન્ટેજ કાર મ્યુઝિયમ ફરવા જઇ શકાય છે.
વેલેન્ડાઇન ડે પર પ્રિયજન સાથે ફર્યા બાદ ભૂખ પણ લાગશે. અમદાવાદના પ્રખ્યાત માણેક ચોક ખાણીપીણી બજારમાં પ્રિયજન સાથે તમારી મનપસંદ વાનગી ખાવાની મજા પડશે.