ગોવા ભારતનું સૌથી સુંદર અને પ્રખ્યાત બીચ છે. દરેક વ્યક્તિને પાર્ટનર સાથે ગોવા ફરવાની ઇચ્છા છે. વેલેન્ટાઇન ડે પર ફરવા જવાનું વિચારો છો તો ગોવા બેસ્ટ ડેસ્ટિનેશન છે. અહીં ગોવા અને આસપાસના જોવાલાયક પ્રખ્યાત સ્થળો વિશે જાણકારી આપી છે.
ગોવાના સુંદર બીચ દુનિયાભરમાં પ્રખ્યાત છે. દેશ અને વિદેશમાંથી લાખો પ્રવાસીઓ ગોવા ફરવા આવે છે. પોર્ટુગલ કાળની ઐતિહાસિક ઇમારતો, જૂના ચર્ચ અને સ્થાનિક વાનગી પ્રવાસીઓને ખેંચી લાવે છે.
ગોવા નજીક દૂધસાગર ધોધ પ્રખ્યાત સ્થળ છે. ઉંચા પહાડ પરથી નીચે પડતા પાણીનો અવાજ અને કુદરતી સૌંદર્ય મનને મોહી લે છે. ચોમાસામાં દૂધસાગર ધોધ સોળે કાળાએ ખીલી ઉઠે છે.
દૂધસાગર ધોધની નજીક રુદ્રેશ્વર મંદિર અને અર્વલેમની ગુફાઓ પણ જોવાલાયક છે. પથ્થરો કાપી બનાવેલી આ ગુફાઓ મહાભારત કાળની હોવાનું મનાય છે. અહીં પાંડવો રોકાયા હોવાની માન્યતા છે.
ગોવાના ઘોંઘાટથી દૂર બોટ દ્વારા ડો. સલીમ અલી બર્ડ સેન્ચ્યુરી જઇ શકાય છે. અહીં સાયબેરિયા સહિત ઘણા દેશોમાંથી પ્રવાસી પક્ષીઓ અહીં આવે છે.
પોટુગીઝ કિલ્લો 17cr સદીમાં બન્યો હતો. કિલ્લામાં સાત ઓરડાઓના નામ અઠવાડિયાના દરેક વાર પરથી રાખવામાં આવ્યા છે. કિલ્લા પરથી ગોવાનુ રળીયામણું દ્રશ્ય જોવાલાયક હોય છે. અહીં ગોવાના સ્વાદિષ્ટ ભોજનની પણ મજા માણવા મળશે.
કુમ્બરજુઆ નહેર ગોવામાં એડવેન્ચર ટુર માટે શ્રેષ્ઠ છે. અહીં પેસેન્જર બોટમાં બેસી સાંકડી નદીમાં મગર જોવાનો રોમાંચ માણવા મળે છે.
ગોવા કર્ણાટકા મહારાષ્ટ્ર સરહદની ઉત્તર પૂર્વ દિશામાં આવેલું ચોરલા એક અદ્ભુત જંગલ છે. દરિયાના બીચથી તદ્દન વિપરીત આ સ્થળે ઉંચા પહાડ, લીલાછમ જંગલ અને ઝરણાં જોવા મળે છે.