લગ્ન સીઝન ચાલી રહી છે. ભારતમાં પણ પ્રી વેડિંગ શૂટનો ટ્રેન્ડર્સ છે. પ્રી વેડિંગ ફોટોશૂટ માટે ભારતમાં પણ ઘણી સુંદર જગ્યા છે.
પ્રી-વેડિંગ શૂટ માટે ગોવા સુંદર સ્થળ છે. સુંદર દરિયા કિનારો, નારિયેળીના ઉંચા ઝાડ, ચર્ચ વગેરે ગોવાને પ્રી વેડિંગ શુટ માટે બેસ્ટ લોકેશન બનાવે છે. ગોવામાં દરિયા કિનાર, રિસોર્ટ કે ઐતિહાસિક સ્થળ પર પ્રી વેડિંગ શૂટ કરી શકો છો.
ગુજરાતમાં વિજય નગર પોળાના જંગલ પણ પ્રી વેડિંગ શૂટ માટે બેસ્ટ લોકેશન છે. પ્રાચીન મંદિર, ઉંચા વૃક્ષો, નદીની કુદરતી સુંદરતા પ્રી વેડિંગ શૂટને આકર્ષક બનાવે છે.
આગ્રાનું તાજમહેલ પ્રેમનું પ્રતિક છે. તાજમહેલની સાક્ષીએ તમે પ્રી વેડિંગ શૂટ સાથે તમારા નવા જીવનની શરૂઆતના સપના બનાવી શકો છો. તાજમહેલની સામે સુંદર બ્રેકગાઉન્ડમાં પાર્ટનર સાથે પ્રી વેડિંગ શૂટ જીવનભર યાદ રહેશે.
પ્રી વેડિંગ ફોટોશુટ માટે ઉદયપુર બેસ્ટ સ્થળ છે. ઐતિહાસિક મહેલ, સુંદર તળાવ, ઉંચા પહાડ અને જંગલોના પરિદ્રશ્યમાં પ્રી વેડિગ ફોટોશૂટ જીવનભર યાદ રહે છે.
પ્રી-વેડિંગ શૂટ માટે જયપુર એક પરફેક્ટ પ્લેસ છે. અહીં તમે હવા મહેલથી લઈને જલ મહેલ અને આમેર ફોર્ટથી લઈને જયગઢ કિલ્લા સુધી તમારા પાર્ટનર સાથે ફોટોશૂટ કરાવી શકો છો. અહીં તમે રાજસ્થાની કપડાં પહેરીને આ પળને કેમેરામાં કેદ કરી શકો છો.
ભારતના સૌથી સુંદર હિલ સ્ટેશન મનાલીમાં પ્રી વેડિંગ ફોટોશૂટ માટે જઇ શકાય છે. ઉંચા પહાડ અને વૃક્ષો, ઘાસના મેદાનો વાળા કુદરતી સૌંદર્યથી ભરપૂર જગ્યાએ જીવનના યાદગાર ફોટા કેપ્ચર કરી શકો છો. અહીં ફોટોશૂટ કરવું એક રોમાંચ હોઈ શકે છે.
ધરતી પરનું સ્વર્ગ કહેવાતા જમ્મુ-કાશ્મીરમાં પ્રી વેડિંગ ફોટોશૂટ કરાવી શકાય છો. પ્રખ્યાત હિલ સ્ટેશન ગુલમર્ગ પર બરફવર્ષા વચ્ચે પ્રી-વેડિંગ શૂટ રોમાંચક બની રહે છે. બરફથી ઢંકાયેલા પહાડો અને લીલાછમ પાઈનના જંગલ પ્રી વેડિંગ શૂટના ફોટા અદભૂત આવે છે.