ગુજરાતમાં આ 5 સ્થળે 31 ડિસેમ્બર અને ન્યુ યર સેલિબ્રેશન બનશે યાદગાર

Dec 22, 2025, 05:26 PM

ગુજરાતમાં ફરવાના સ્થળો

ક્રિસમસ નાતાલ અને 31 ડિસેમ્બર ન્યુ યર પાર્ટી સેલિબ્રેશનની તૈયારીઓ ચાલી રહી છે. ઘણા લોકો ખાસ સ્થળો પર ન્યુ યર પાર્ટી સેલિબ્રેટ કરવા માટે જતા હોય છે. ગુજરાતમાં ઘણા એવા સ્થળો છે જ્યાં તમે ન્યુ યર સેલિબ્રેશનને યાદગાર બનાવી શકો છો.

કચ્છ રણોત્સવ

કચ્છ રણોત્સવ શિયાળાની ઠંડીમાં ફરવા માટે ઉત્તમ સ્થળ છે. કચ્છના ધોરડો ગામમાં રણોત્સવ 2025 ચાલી રહ્યો છે. અહીં સફેદ રેતીના રણમાં ક્રિસમસ અને ન્યુ યર સેલિબ્રેશન યાદગાર બની રહે છે.

દીવ

દીવ જો તમને દરિયા કિનારે ફરવું ગમતું હોય તો દીવ ઉત્તમ સ્થળ છે. સોમનાથ નજીક આવેલું આ પ્રવાસ સ્થળ ઐતિહાસિક ઇમારતો, ચર્ચ અને શાંત સ્વચ્ચ સુંદર દરિયા કિનાર માટે પ્રસિદ્ધ છે. દીવમાં ન્યુ યર સેલિબ્રેશન માટે મોટી સંખ્યામાં લોકો આવે છે.

દમણ

દીવ જેમ દમણ પર દરિયા કિનારે આવેલું ફરવા લાયક સ્થળ છે. દરિયા કિનારે રેતી બેસી સૂર્યાસ્તનો સુંદર નજારો, થર્ટી ફર્સ્ટ પાર્ટી અને મધ્ય રાતે ન્યુ યર સેલિબ્રેશનની મજા જ કંઇક અલગ હોય છે.

માઉન્ટ આબુ

માઉન્ટ આબુ ગુજરાતીઓનું પ્રિય હિલ સ્ટેશન છે. અહીં બારેય માસ પ્રવાસીઓની ભીડ હોય છે. ખાસ કરીને ડિસેમ્બરની ઠંડીમાં મોટી સંખ્યામાં મુલાકાતીઓ આવે છે. ક્રિસમસ અને ન્યુ યર સેલિબ્રેશન માટે ગુજરાતીઓ માટે માઉન્ટ આબુ ઉત્તમ સ્થળ છે.

કાંકરિયા કાર્નિવલ 2025

જો તમે અમદાવાદમાં રહો છો અને ન્યુ યર સેલિબ્રેશન કરવું છે તો તમારી માટે કાંકરિયા સૌથી ઉત્તમ સ્થળ છે. 25 થી 31 ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલ યોજાય છે. 31 ડિસેમ્બરની રાત્રીએ રંગબેરંગી લાઇટો અને આતશબાજી થી આકાશ જગમગી ઉઠે છે.