અમદાવાદથી ₹3000ના બજેટમાં ફરવાના 8 શ્રેષ્ઠ સ્થળ

Jan 28, 2025, 03:37 PM

ગુજરાત પ્રવાસ

ગુજરાતના લોકો ફરવાના બહુ શોખીન હોય છે. દેશ હોય કે વિદેશ ફરવાના દરેક સ્થળે ગુજરાતના લોકો જોવા મળશે. જો કે અમુક લોકો બજેટના અભાવે ફરવા જઇ શકતા નથી.

ઓછા બજેટમાં પ્રવાસ

અહીં અમદાવાદથી 3000 રૂપિયાના બજેટમાં ગુજરાતની અંદર અને આસપાસ ફરવા માટે સ્થળો વિશે અહીં જાણકારી આપી છે.

સોમનાથ મંદિર

સોમનાથ મંદિર ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ છે. દરિયા કિનારે સ્થિત સોમનાથ જ્યોતિર્લિંગ મંદિર જવા માટે અમદાવાદ રાજકોટથી ઘણી બસો અને ટ્રેન ઉપલબ્ધ છે. અહીં રહેવા જમવાની પણ સુવિધા પણ ઓછા ખર્ચે ઉપલબ્ધ છે.

દ્વારકાધીશ મંદિર

દ્વારકાધીશ મંદિર ગુજરાતના પશ્ચિમ દરિયા કિનારે આવેલું છે. અમદાવાદથી ઘણી ટ્રેન અને ખાનગી બસો દ્વારકા જવા માટે ઉપલબ્ધ છે. બેટ દ્વારકા, નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર, રુક્મણી મંદિર સહિત ઘણી જોવા લાયક સ્થળો પર ઓછા બજેટમાં ફરી શકાય છે.

વિજયનગર પોળોના જંગલ

સાબરકાંઠામાં વિજયગર પોળોના જંગલ અરવલ્લીની ગરમાળામાં આવેલું સુંદર સ્થળ છે. શહેરના ઘોંઘાટથીદૂર જંગલ, નદી, ઝરણાં, પક્ષીઓનો કલરવ મનને શાંતિ આપે છે.

જુનાગઢ ગિરનાર

જુનાગઢ ગિરનાર પર્વત પણ પ્રસિદ્ધ યાત્રાધામ છે. અમદાવાદ રાજકોટથી ઘણી ટ્રેન અને બસ જુનાગઢ જવા માટે મળી રહે છે. ગિરનાર તળેટીમાં ઘણા આશ્રમ, ધર્મશાળામાં ઓછા ખર્ચે રહેવા જમવાની સુવિધા મળે છે.

માઉન્ટ આબુ

રાજસ્થાનનું માઉન્ટ આબુ ગુજરાતીઓનું પ્રિય હિલ સ્ટેશન છે. અમદાવાદથી ઘણી ટ્રેન અને બસો આબુ રોડ જાય છે. સવારે માઉન્ટ આબુ પર્વત પર પહોંચી ફરી સાંજે પરત આવી શકાય છે. આબુ પર્વત પર ફરવા માટે ભાડે ટુ વ્હીલર સર્વિસ ઉપલબ્ધ છે.

ઉજ્જૈન મહાકાલ મંદિર

ઉજ્જૈન જવા અમદાવાદથી 2 થી 3 ટ્રેનો ઉપલબ્ધ છે, એક બાજુનું ભાડું 400 રૂપિયા આસપાસ છે. દિવસ દરમિયાન ઉજ્જૈનમાં મહાકાલ મંદિર, હરસિદ્ધિ મંદિર, કાળ ભૈરવ મંદિરના દર્શન કરી સાંજની ટ્રેન બેસી બીજા દિવસે અમદાવાદ પહોંચી શકાય છે.

સાપુતારા

સાપુતારા ગુજરાતનું પ્રખ્યાત હિલ સ્ટેશન છે. જો તમે સુરત કે તેની આસપાસ રહો છો તમારા માટે સાપુતારા ફરવા માટે શ્રેષ્ઠ છે. સાપુતારા માટે ખાનગી અને સરકારી બસો પણ ઉપલબ્ધ છે.

શિરડી સાંઇ બાબા મંદિર

શિરડી સાંઇ બાબના મંદિર દર્શન કરવા અમદાવાદથી ઘણી ખાનગી બસો છે, જેનું ભાડું 800થી 1000 આસપાસ છે. એક દિવસમાં ફરવા માટે શિરડી પણ સારો વિકલ્પ છે.