મુંબઇ અને તેની આસપાસ ફરવા માટે ઘણા પ્રખ્યાત સ્થળો છે. જો તમે કુદરતી પ્રેમી છો, તો મુંબઇ નજીક આવેલા પનવેલમાં તમારા માટે શ્રેષ્ઠ સ્થળ છે.
મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં આવેલું પનવેલ એક શાંત અને સુંદર શહેર છે. પનવેલ મુંબઇથી લગભગ 45 કિમી દૂર આવેલું છે. જે પ્રવાસ સ્થળ તરીકે પ્રખ્યાત છે. પનવેલ આસપાસ ફરવા લાયક ઘણા સુંદર સ્થળો છે.
પ્રબળગઢ કિલ્લો પનવેલનું સૌથી રોમાંચક સ્થળે છે. પ્રબળગઢ કિલ્લો ભારતનો સૌથી ખતરનાક કિલ્લો ગણવામાં આવે છે.
શ્રી બલ્લાલેશ્વર પાલી ગણેશ મંદિર મહારાષ્ટ્રના મુખ્ય 8 ગણેશ મંદિરમાં સ્થાન ધરાવે છે. પનવેલ જાવ તો બલ્લાલેશ્વર ગણેશ મંદિરના દર્શન અચૂક કરવા જોઇએ.
અદેય ઝરણું જોઇ પ્રવાસીઓ આનંદિત થઇ જાય છે. અહીં પહાડ પરથી વહેતા ઝરણાંનો અવાજ સાંભળી શકાય છે.
કર્નાલા પક્ષી અભ્યારણ બર્ડ લવર્સ માટે સ્વર્ગ સમાન છે. આ અભ્યારણમાં પ્રવાસીઓને વિવિધ દુર્લભ પક્ષીઓ જોવા મળે છે.
કલાવંતિન દુર્ગ એક ઐતિહાસિક કિલ્લો છે, જ્યાં પહોંચવાનો પ્રવાસ જ યાદગાર રહે છે.
કાન્હેરી શબ્દ સંસ્કૃત કૃષ્ણાગિરિમાંથી આવ્યો છે, જેનો અર્થ કાળો પર્વત થાય છે. આ ગુફાઓ મોટા બેસાલ્ટ ખડકને કોતરીને બનાવવામાં આવી છે. કાન્હેરી ગુફામાં પ્રાચીન બૌદ્ધ ચિત્રકળા જોવા મળે છે.