રાજસ્થાનમાં કિલ્લા, મહેલ સહિત ઘણા જોવાલાયક સ્થળો છે. આ બધા વચ્ચે રાજસ્થાનના આ કિલ્લાની ફરતે આવેલી માનવ નિર્મિત દુનિયાની બીજી સૌથી લાંબી દિવાલ પણ દુનિયાભરમાં પ્રખ્યાત છે. આ દિવાલ જોવા દેશ વિદેશમાંથી લાખો પ્રવાસીઓ આવે છે.
દુનિયાની બીજી સૌથી લાંબી દિવાલ રાજસ્થાનના કુંભલગઢમાં આવેલી છે. કુંભલગઢની આ દિવાલની લંબાઈ 36 કિમી અને પહોળાઇ 15 ફુટ છે. કુંભલગઢ કિલ્લાની દિવાલ પર એક સાથે 8 ઘોડા ચાલી શકે તેટલી પહોળી છે.
ઉદયપુરથી 84 કિમી દૂર સ્થિત કુંભલગઢ રાજસ્થાનનો ચિત્તોડગઢ પછીનો બીજો સૌથી મોટો કિલ્લો છે. આ કિલ્લાનું નિર્માણ 15મી સદીમાં મેવાડના રાભા કુંભાએ કરાવ્યું હતું. ભૌગોલિક વિષતમાને કારણે આ કિલ્લો એકવાર વાર પરાજિત થયો હતો.
કુંભળગઢ કિલ્લાનું નિર્માણમાં 15 વર્ષ લાગ્યા હતા. રાજસ્થાનનું રોચક ઇતિહાસ ધરાવતું કુંભલગઢ મેવાડના મહારાણા પ્રતાપનું જન્મસ્થળ છે.
કુંભલગઢમાં જોવાલાયક ઘણા સ્થળો છે. બાદલ મહેલ જ્યાં મહારાણા પ્રતાપનો જન્મ થયો હતો. કુંભ મહેલ અને આશરે 360 જેટલા નાના મોટા મંદિરો આવેલા છે.
કુંભલગઢ કિલ્લા જવાનો રસ્તો ગાળકાર અને ગાઢ જંગલમાંથી પસાર થાય છે. કુંભલગઢ જવાના રસ્તામાં અરૈત પોળ, હલ્લા પોળ, હનુમાન પોળ, રામ પોળ, ભૈરવ પોળ, પઘારા પોળ, તોપ ખાના પોળ અને નિમ્બુ પોળ આવે છે.
કુંભલગઢ તમામ સીઝનમાં ફરવા માટે શ્રેષ્ઠ છે. ખાસ કરીને ચોમાસાના વરસાદ બાદ કુંભલગઢની આસપાસ કુદરતી સૌંદર્ય જોવાલાયક હોય છે.
કુંભલગઢની આસપાસ ઘણા ઘણા ફરવા લાયક સ્થળો છે. કુંભલગઢથી ઉદયપુર, ચિત્તોડગઢ જોવાલાયક સ્થળો છે. ઉપરાંત શ્રીનાથજી, કેસરીયજી મંદિર, ચારભુજા મંદિર દર્શનિય છે.