નૈનીતાલ થી સુંદર ભીમતાલ હિલ સ્ટેશન, નજીકમાં કૈચી ધામ યાત્રા

Apr 09, 2025, 05:06 PM

ઉત્તરાખંડ હિલ સ્ટેશન

નૈનીતાલ ભારતનું પ્રખ્યાત હિલ સ્ટેશન છે. જો કે નૈનીતાલ નજીક આવેલા આ સુંદર હિલ સ્ટેશન વિશે બહુ ઓછા લોકો જાણ છે.

ભીમતાલ હિલ સ્ટેશન

નૈનીતાલથી 22 કિમી દૂર ભીમતાલ આવેલું છે. જે ઉત્તરાખંડનું હિડન ટુરિસ્ટ ડેસ્ટિનેશન છે. શહેરના ઘોંઘાટથી દૂર પ્રકૃતિના ખોળે પ્રવાસીઓને અદભૂત શાંતિનો અનુભવ થાય છે.

ભીમતાલ પ્રવાસ

ભીમતાલ ગગનચુંબી પહાડ, વિશાળ અને શાંત તળાવ, ઠંડું હવામાન, તળાવમાં બોટિંગની મજા અને અદભૂત શાંતિ પ્રવાસીઓને ખેંચી લાવે છે.

વિક્ટોરિયા ડેમ

ભીમતાલમાં ફરવાના સ્થળોમાં વિક્ટોરિયા ડેમ સૌથી વધુ પ્રખ્યાત છે. સીડીદાર બગીચા લોકો માટે એક મીની સ્વર્ગ સમાન છે. ડેમ નજીક 17મી સદીનું ભીમેશ્વર મંદિર છે.

હિડિમ્બા પર્વત

ભીમતાલ આવતા પ્રવાસીઓ હિડિમ્બા પર્વત જરૂર જોવા જાય છે. પર્વતની ટોચ પરથી ચારેબાજુ સુંદર હરિયાળી જોઇ આંખને આરામ મળે છે. અહીં વનખંડી મહારાજ દ્વારા સ્થાપિત વનખડી આશ્રમ પણ છે.

ભીમતાલ દ્વીપ એક્વેરિયમ

ભીમતાલ તળાવની વચ્ચે એક એક્વેરિયમ છે. તે ભીમતાલ લેક વિકાસ સત્તામંડળ દ્વારા બનાવાયું છે. અહીં દક્ષિણ આફ્રિકા, ચીન અને મેક્સિકો સહિત વિવિધ દેશોની માછલીઓ જોવા મળે છે.

ભીમતાલ તળાવમાં બોટિંગની મજા

ભીમતાલ તળાવમાં પ્રવાસીઓ બોટિંગની મજા માણે છે. સાંજના સમયે બોટિંગ સાથે સૂર્યાસ્તનો નજારો જોવાની ક્ષણ યાદગાર રહે છે.

નૌકચિયાતાલ

નૌકચિયાતાલ એટલે નવ કાન વાળું તળાવ ભીમતાલનું પ્રખ્યાત જોવાલાયક સ્થળ છે. સુંદર અને શાંત તળાવ શહેરથી દૂર ઝાડ અને છોડથી ઘેરાયેલું છે. તળાવના કિનારે બેસી માછલીને ખવડાવવું અને બોટમાં બેસવાની મજા પડે છે.

કૈંચી ધામ નીમ કરોલી બાબ

નીમ કરોલી બાબાનું કૈચી ધામ ભીમતાલથી માત્ર 18 કિમી દૂર આવે છે. ભીમતાલ આવતા પ્રવાસીઓ કૈચી ધામ જરૂર જાય છે.

ભીમતાલ કેવી રીતે પહોંચવું

ભીમતાલનું નજીકનું એરપોર્ટ પંતનગર એરપોર્ટ છે, જે શહેરથી 56 કિમી દૂર છે. તો નજીકનું કાઠગોદામ રેલવે સ્ટેશન 8 કિમી દૂર આવેલું છે.