પારો ભૂટાનની પારો ખીણમાં આવેલું સુંદર શહેર છે, જે 155 મંદિર અને મઠોનું ઘર છે. જે પારો ચૂ નદીથી 2280 મીટરની ઉંચાઇ પર આવેલું છે. અહીં ભૂટાનનું એક માત્ર એરપોર્ટ પણ છે.
થિમ્પુ ભૂટાનનું પાટનગર છે. અહીં ભૂટાનની સંસ્કૃતિ અને પરંપરા જોવા મળી છે. તો નાઇટલાઇટ પણ માણવા જેવી છે.
વાંગડ્યુ ફોરડંગ ભૂટાનનો સૌથી મોટો જિલ્લો છે અને ત્યાં મઠ - મંદિરથી લઇ વન્ય પ્રાણીઓ અને ગામડાં જોઇ દિલ ખુશ થઇ જશે.
જકર ને લિટિલ સ્વિત્ઝર્લેન્ડ કહેવામાં આવે છે. આ સ્થળે ભૂટાનમાં બૌદ્ધ ધર્મની ઉત્પત્તિ થઇ હતી. ઇતિહાસ અને કુદરતી પ્રેમીઓ માટે સ્વર્ગ સમાન છે.
ફુંટશોલિંગ ભૂટાનનું આર્થિક કેન્દ્ર અને પશ્ચિમ બંગાળની સરહદ સાથે જોડાયેલું છે. બંગ્ટો પેલરી લખંગ, કરબંદી મઠ, ભૂટાન ગેટ અને ખરબંડી ગોમ્બાનો પ્રવાસ મન ખુશ કરી દેશે.
પુનાખામાં હિમાલયના પહાડોના સુંદર દ્રશ્યો જોવા મળશે. માઉન્ટેન બાઇકિંગ અને ટ્રેકિંગ માટે બેસ્ટ ડેસ્ટિનેશન છે. અહીં સાહસિક ગેમ - રિવર રાફ્ટિંગ જોવાની મજા પડજશે.
બુમથાંગ ચાર પર્વતીય ખીણથી ઘેરાયલું મઠ અને મંદિરોનું સુંદર ઘર છે. આ સ્થળ ધર્મ, આધ્યાત્મિકતા અને ઇતિહાસ માટે પ્રસિદ્ધ છે.
ફોબજીખા ખીણ લપ્તપ્રાય કાળી ગરદન વાળા ક્રેનનું ઘર છે. અહીં ઘણી ઠંડી પડે છે. આ સ્થળ બર્ડ લવર્સ અને ટ્રેકર્સ માટે બેસ્ટ ડેસ્ટિનેશન છે.
હા વેલી દુનિયાનું એક માત્ર સ્થળ છે જ્યાં ક્રીમ રંગના બ્લૂ પોપી જોવા મળે છે. અહીંયા ટ્રેકિંગ અને માઉન્ટેન બાઇકિંગની રેસ યોજાય છે.
ત્રાશીગાંગને ભૂટાનનું સૌથી સુંદર હિલ સ્ટેશન છે જેને પૂર્વનું ઘરેણું કહેવાય છે. દજોંગ કિલ્લો જોવા લાયક છે અને અહીંથી જ ભૂટાનની સૌથી મોટી નદી ડાંગમે છુ પસાર થાય છે.