Budget 2024 : બજેટ અને નાણામંત્રીની સાડી વચ્ચે છે ખાસ સંબંધ

Jul 23, 2024, 04:02 PM

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે 23 જુલાઈ 2024 ના રોજ બજેટ 2024 રજૂ કર્યું છે. સીતારમણ બજેટના ખાસ દિવસ પર અલગ અલગ યુનિક સાડીઓ પહેરે છે. અહીં જુઓ

બજેટ 2024 : નિર્મલા સીતારમણ સાડી

તાજતેરમાં વર્ષ 2024 ના સંપૂર્ણ બજેટદિવસ પર સીતારમણને હાથવણાટના કાપડની સાડીઓ પહેરવી પસંદ છે. સીતારામને આ વર્ષે સફેદ અને વાયોલેટ સિલ્કની બેજ પટ્ટા વાળી સાડી પહેરી છે.

બજેટ 2019 : નિર્મલા સીતારમણ સાડી

વર્ષ 2019 માં તેમના પ્રથમ બજેટ સત્ર માટે, સીતારમણએ ગોલ્ડન બોર્ડરવાળી ગુલાબી મંગલગીરી સિલ્ક સાડી પસંદ કરી હતી.

બજેટ 2020 : નિર્મલા સીતારમણ સાડી

વર્ષ 2020 માં સીતારમણે બ્લ્યુ બોર્ડર વાળી પીળી સિલ્કની સાડી પહેરી હતી. એ કલર આશા અને સમૃદ્ધિનું પ્રતીક છે. નાણામંત્રીએ કોરોના પેંડેમીક દરમિયાન તેની પીળી સાડી સાથે નિવેદન આપ્યું હતું.

બજેટ 2021 : નિર્મલા સીતારમણ સાડી

બજેટ 2021 માટે, નાણામંત્રીએ પોચમપલ્લી સિલ્કની સાડી પહેરી હતી. હાથવણાટની સાડી તેલંગાણાના પોચમપલ્લી ગામથી જાણીતી છે અને તે ઈકત સાડી તરીકે પણ લોકપ્રિય છે.

બજેટ 2022 : નિર્મલા સીતારમણ સાડી

સીતારમને કેન્દ્રીય બજેટ 2022 માટે બોમકાઈ સાડી પહેરાવી હતી. બ્રાઉન સાડીમાં સોનેરી પટ્ટાવાળી બોર્ડર હતી. બોમકાઈ સાડીઓ ઓડિશાના ગંજમ જિલ્લાના બોમકાઈ ગામમાં બને છે અને તે બોર્ડર અને પલ્લુ પરના દોરાના કામ માટે લોકપ્રિય છે.

બજેટ 2023 : નિર્મલા સીતારમણ સાડી

વર્ષ 2023 માં, સીતારમણે બ્લેક ડિઝાઇન વાળી મોટિફ સાથે લાલ સિલ્કની સાડી પસંદ કરી હતી. સાડીમાં કસુતી ભરતકામ પણ દર્શાવવામાં આવ્યું હતું જે કર્ણાટકના ધારવાડ પ્રદેશમાંથી ઉદ્ભવ્યું હતું.

વચગાળા બજેટ 2024 : નિર્મલા સીતારમણ સાડી

2024ના વચગાળાના બજેટમાં નાણાપ્રધાનની પશ્ચિમ બંગાળની ટસર સિલ્ક સાડીને કાંઠા ભરતકામ સાથે આવી હતી. તુસાર રેશમ શેતૂર રેશમ કરતાં વધુ ટેક્ષ્ચર માનવામાં આવે છે અને તે સોનાની ચમક માટે જાણીતું છે.

Budget 2024 : બજેટ 2024 બાદ શેરમાર્કેટ કેવું રહેશે? છેલ્લા 10 વર્ષના આંકડા વિશે જુઓ