Budget 2024 : નિર્મલા સીતારમણ દ્વારા બજેટ દરમિયાન પહેરવામાં આવતી સાડી આવું સૂચવે છે
કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે આજે 1 ફેબ્રુઆરી, 2024 ના રોજ વચગાળાનું બજેટ રજૂ કર્યું. લોકસભાની ચૂંટણી પહેલા આ બજેટ મહત્વનું બની ગયું હતું
આ વર્ષે પણ નિર્મલા સીતારમણની સાડી ખાસ ચર્ચામાં છે. અહીં છેલ્લા પાંચ બજેટમાં સીતારમણની સાડીઓ અને તેના રંગો પાછળના અર્થ વિશે જાણો,
2019 માં, ભારતીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે મંગલગીરી ગુલાબી સાડી પહેરીને બજેટ રજૂ કર્યું હતું. ગુલાબી રંગને સ્થિરતા અને પોઝિટિવિટીનું પ્રતીક માનવામાં આવે છે.
2020 માં, નિર્મલા સીતારમણે તેજસ્વી પીળી સિલ્ક સાડી પહેરીને બજેટ રજૂ કર્યું, પીળો રંગ ઉત્સાહ અને એનર્જીનું પ્રતીક માનવામાં આવે છે.
2021માં નિર્મલા સીતારમણની પોચમપલ્લી સાડી લાલ રંગની હતી અને તેમાં ક્રીમ બોર્ડર હતી. લાલ કલરને શક્તિ અને નિશ્ચયનો રંગ માનવામાં આવે છે. ઉપરાંત, આ રંગમાં ગંભીરતા હોવાનું કહેવાય છે
વર્ષ 2023માં નાણા મંત્રી નિર્મલા સીતારમણે લાલ અને કાળી સિલ્કની સાડી પહેરી હતી જે બહાદુરી અને તાકાતનું પ્રતીક છે. કાળો રંગ થોડો બળવાખોર પણ માનવામાં આવે છે પરંતુ જ્યારે પોઝીટીવલી જોવામાં આવે છે ત્યારે તે નેગેટિવ એનર્જીને એબઝોર્બ કરતો કલર માનવામાં આવે છે.
નાણામંત્રીએ બજેટમાં 2047 સુધી ભારતને વિકસિત ભારત બનાવાના સપનાની વાત કરી
આ પણ વાંચો:
Budget 2024: બજેટ 2024 હાઇલાઇટ્સ, જાણો કી પોઇન્ટ્સ