2023ના બજેટ પછીના મહિનામાં બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. 1 ફેબ્રુઆરીના રોજ બજેટ જાહેર થયા બાદ સેન્સેક્સ અને નિફ્ટી બંને એક મહિનામાં લગભગ 1 ટકા અને 1.5 ટકા ઘટ્યા હતા.
વર્ષ 2022માં પોસ્ટ બજેટ માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો હતો. જો કે, ઘટાડા પાછળ કોરોના વાયરસ સહિત કેટલાક વૈશ્વિક પરિબળો હતા. 1 ફેબ્રુઆરીએ બજેટ પછી સેન્સેક્સ એક મહિનામાં 2616 પોઈન્ટ અથવા 4.5 ટકા નબળો પડ્યો હતો.
વર્ષ 2021ના પોસ્ટ બજેટ મહિનામાં સેન્સેક્સ 2.6 ટકા વધ્યો હતો.
વર્ષ 2020માં બજેટ પછી શેરબજાર સૂચકાંક સેન્સેક્સ એક મહિનામાં લગભગ 3.5 ટકા ઘટ્યો છે.
વર્ષ 2020માં બજેટ પછી શેરબજાર સૂચકાંક સેન્સેક્સ એક મહિનામાં લગભગ 3.5 ટકા ઘટ્યો છે.
વર્ષ 2018માં બજેટ બાદ સેન્સેક્સમાં એક મહિનામાં 5.18 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
વર્ષ 2017માં પોસ્ટ બજેટ માર્કેટ મજબૂત થયું અને સેન્સેક્સ 1 મહિનામાં 3 ટકા મજબૂત થયો.
વર્ષ 2016માં પણ બજેટ બાદ માર્કેટમાં તેજી રહી હતી. બજેટ પછીના મહિનામાં સેન્સેક્સ 6.5 ટકા મજબૂત થયો છે.
વર્ષ 2015માં બજેટ બાદ સેન્સેક્સ એક મહિનામાં 4.7 ટકા ઘટ્યો.
વર્ષ 2014માં બજેટ બાદ સેન્સેક્સ એક મહિનામાં લગભગ 6.69 ટકા મજબૂત થયો.