નાણામંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબુઆરીના રોજ 2025-26 માટે દેશનું બજેટ સંસદમાં રજુ કર્યું હતું.
નિર્મલા સીતારમણે સતત આઠમી વખત બજેટ રજુ કર્યું છે. જે એક રેકોર્ડ છે.
નિર્મલા સીતારમણ 2019થી ભારત સરકારના નાણામંત્રી અને કોર્પોરેટ મામલોના મંત્રીના રુપમાં કાર્યરત છે.
જોકે શું તમને ખબર છે કે આખા દેશનું બજેટ રજુ કરનાર નાણામંત્રી નિર્મલા સીતારમણની સેલરી કેટલી છે.
નાણામંત્રીને સેલેરી ઉપરાંત ઘણા પ્રકારના ભથ્થા અને સુવિધાઓ મળે છે.
પગાર અને બધા ભથ્થાને જોડીને નાણામંત્રીને દર મહિને મળતી સેલેરી લગભગ 4,00,000 રુપિયા થાય છે.
આ સાથે નિર્મલા સીતારમણને એક મંત્રી રહેતા ડ્યુટી પર રહેવા દરમિયાન દરરોજ બે બજાર રૂપિયાનું ભથ્થું મળે છે.
આ સિવાય સંસદ સત્ર કે કોઇ સરકારી યાત્રા કરવા પર તેમને યાત્રા ભથ્થું પણ મળે છે. યાત્રા દરમિયાન રહેવાની મફત સુવિધા મળે છે.