કેનેડામાં અભ્યાસ પછી PR માટે શું કરવું? જાણો Best Steps

Feb 19, 2025, 04:26 PM

કેનેડા PR માટે બેસ્ટ સ્ટેપ્સ

કેનેડામાં Work Permit પછી PR માટે શું કરવું? અભ્યાસ પછી PR મેળવવા માટે આ 5 સ્ટેપ્સ ફોલો કરો!

PR માટે યોગ્યતા

કેનેડામાં Work Permit મળ્યું? હવે PR માટે યોગ્યતા વિશે જાણીએ. PR Eligibility માટે લઘુતમ 1 વર્ષનો કેનેડિયન Work Experience આવશ્યક છે.

PR Express Entry

કેનેડા PR માટે એક્સપ્રેસ એન્ટ્રી બેસ્ટ પસંદગી છે. આ માટે તમારી ઉંમર, અભ્યાસ, કામનો અનુભવ અને ભાષા પ્રભુત્વ મહત્વનું પરીબળ છે. આમાં ઉંચો સ્કોર તમને Express Entry અપાવી શકે છે.

PR માટે PNP પાવરફુલ ઓપ્શન

પ્રોવિન્સિયલ નોમિની પ્રોગ્રામ (PNP) એ પીઆર માટે પાવરફુલ ઓપ્શન સાબિત થઇ શકે છે. એકસ્ટ્રા CRS પોઇન્ટ્સ PR પ્રોસેસ ઝડપી કરી શકે છે.

નોકરી અનુભવ ખાસ જરુરી

કેનેડા PR માટે Job Experience ખાસ જરુરી છે. 1 વર્ષના અનુભવ સાથે Job NOC તમારી PR મેળવવાની પ્રક્રિયા ઝડપી કરી શકે છે. નોકરી ફુલ ટાઇમ અને કાયમી હોય તો PR Chance વધી જાય છે.

ઉંચા CRS માટે ભાષા સ્કોર

પીઆર મેળવવા માટે ઉંચો CRS જરુરી છે અને એ માટે ભાષા સ્કોર સુધારવો આવશ્યક છે. આ ઉપરાંત French (TEF Canada) તમને વધારાના CRS પોઇન્ટ્સ અપાવી શકે છે. ડ્યૂઅલ ભાષા પ્રોફિશિએન્સી તમારા માટે બોનસ પોઇન્ટ સમાન છે.

PR અરજી પ્રક્રિયા

વર્ક પરમીટ પછી તમે PR માટે અરજી કરી શકો છો. આ માટે એક્સપ્રેસ એન્ટ્રી પ્રોફાઇલ ક્રિએટ કરો. CRS સ્કોર સુધારવા વધારાના સ્ટેપ્સ લો. મેડિકલ, પોલીસ ક્લિયરન્સ સહિત ડોક્યુમેન્ટ તૈયાર કરી અરજી કરો.