શિવા ચૌહાન - સિયાચીનમાં -21 ડિગ્રીમાં તૈનાત થનાર પ્રથમ મહિલા ઓફિસર

Jan 03, 2023

Ajay Saroya

ભારતીય સેનાના ફાયર એન્ડ ફ્યૂરી કોર્પ્સની મહિલા ઓફિસર કેપ્ટન શિવા ચૌહાનને દુનિયાના સૌથી ઊંચા યુદ્ધ ક્ષેત્ર સિયાચીન ગ્લેશિયરમાં તૈનાત કરવામાં આવ્યા 

કેપ્ટન શિવા 15,632 ફુટની ઉંચાઇએ આવેલા કુમાર પોસ્ટ પર ડ્યૂટી કરી રહી છે. ભારતીય સેનાએ પહેલા વખત મહિલા ઓફિસરનું આટલા જોખમી અને ખતરનાક પોસ્ટ પર પોસ્ટિંગ કર્યુ

શિવા ચૌહાન આ પોસ્ટ પર તૈનાત થનાર પહેલી મહિલા ઓફિસર છે. આ સ્થળે પોસ્ટિંગ મેળતા પહેલા તેમણે અત્યંત મુશ્કેલ ટ્રેનિંગ મેળવી છે.

હાલ સિયાચીનમાં દિવસનું તાપમાન માઇનસ 21 ડિગ્રી સેલ્સિયસ અને રાત્રે માઇનસ 32 ડિગ્રી સેલ્સિયસ સુધી જતુ રહે છે.

આટલી મુશ્કેલી પરિસ્થિતિમાં ભારતના જવાનો દેશની સુરક્ષા કરે છે, સિયાચીનને 1984માં મિલિટ્રી બેસ બનાવવામાં આવ્યું હતું

ત્યારથી લઇ 2015 સુધી 873 સૈનિકોએ માત્ર ખરાબ હવામાનને કારણે જીવ ગુમાવ્યો છે. સિયાચીન ગ્લેશિયર પર 3 હજાર સૈનિકો હંમેશા માટે તૈનાત રહે છે

photo & video sources - @firefurycorps_IA