Car Tyre Care Tips: કારનું ટાયર કેટલા કિમીએ બદલવું જોઇએ? જાણો

Nov 25, 2024, 05:12 PM

કાર ટાયર સારસંભાળ ટીપ્સ

ટાયર કાર હોય કે બાઇક કોઇ પણ વાહન માટે આવશ્યક પાર્ટ્સ છે. જો ટાયર બરાબર હશે તો વાહન બરાબર ચાલશે અને સારી માઈલેજ આપશે. આથી કાર હોય કે બાઈક ટાયરનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. કાળજી રાખવાથી ટાયરનું આયુષ્ય વધે છે અને સારું પ્રદર્શન કરે છે.

ટાયરનું એર પ્રેશર ચેક કરો

કાર કે બાઈક ચલાવતી વખતે ટાયરમાં પુરતું એર પ્રેશર છે કે નહીં તે ચકાસો. હવા ઓછી હશે તો ટાયર પણ દબાણ આવશ અને વધારે ઘસારો લાગે છે. આથી સમયાંતરે ટાયરમાં એર પ્રેશર ચેક કરાવતા રહો.

ટાયરમાં નાઇટ્રોજન એર પુરાવો

ટાયરમાં નાઇટ્રોજન એર પુરાવો એક સારો વિકલ્પ છે. નાઇટ્રોજન સામાન્ય એરની તુલનામાં સારું હોય છે, જેનાથી ટાયર નરમ થવાની સંભાવના ઓછી રહે છે અને ટાયરનું આયુષ્ય વધારે છે.

ટાયર સીલેન્ટનો ઉપયોગ કરો

રસ્તામાં ટાયર પંક્ચર થાય ત્યારે ટાયર સીલેન્ટનો ઉપયોગ કરો. તેનાથી પંક્ચર તરત જ ઠીક થઇ જાય છે અને ટાયરમાં ભરેલી હવા પણ નીકળતી નથી. તમે લાંબી મુસાફરી પર જઇ રહ્યા છો તો ટાયર સીલેન્ટ એક સારો વિકલ્પ છે.

વ્હીલ એલાઇનમેન્ટ કરાવો

ખરાબ અને ખાડાવાળા રોડ પર ગાડી ચલાવવાથી ટાયર ડિસ્બેલેસિંગ કે એલાઇન્મેન્ટની સમસ્યા થઇ શકે છે. જેનાથી ટાયર વધારે ઘસાય છે અને માઇલેજ ઘટી શકે છે. આથી દર 10 હજાર કિમી ગાડી ચાલ્યા બાદ વ્હીલ એલાઇનમેન્ટ કરાવવું જોઇએ.

ટાયર મોડિફાઈ કરવા નહી

અમુક લોકો કાર ખરીદ્યા બાદ ટાયર મોડિફાઇ કરાવે છ અને તેનો આકાર બદલે છે. સામાન્ય રીતે આમ કરવું ગાડી માટે યોગ્ય નથી અને એન્જિન - માઇલેજ પર અસર થાય છે. ટાયર વધારે ઘસાય છે અને આર્થિક નુકસાન થાય છે.

ટાયર ક્યારે બદલવું

સામાન્ય રીતે કાર હોય કે બાઇક ટાયર લગભગ 40 હજાર કિમી સુધી ચાલી શકે છે. ત્યારબાદ ટાયર બદલવું સમજદારીભર્યું રહે છે. ટાયરની જાડાઇ ઓછી થવાથી તમને દેખાશે કે ટાયર બદલવાનો સમય આવી ગયો છે.