આર્ટ્સ સ્ટ્રીમ વાળા ઉમેદવારો પોતાના કરિયર માટે ટેંશન રહે છે. આ ફિલ્ડમાં કઈ નોકરી સારી છે? કરિયરમાં કયા કયા સ્કોપ છે?
જો તમે પણ વિચારી રહ્યા છો તો તમારા માટે 8 જોરદાર પગારવાળી નોકરીઓનું લિસ્ટ આપવામાં આવ્યું છે.
આર્ટ્સ સ્ટ્રીમમાં અભ્યાસ કર્યા બાદ તમે પબ્લિક રિલેશન ઓફિસરની નોકરી કરી શકો છો. આ કોઈ કંપની, સંગઠન અથવા વ્યક્તિની જાહેર છબીને સારી બનાવવાનું કામ કરે છે.
સોશિયલ મીડિયા માર્કેટરના રૂપમાં તમે કરિયર બનાવી શકો છો. આમનું કામ સોશિયલ મીડિયા સ્ટ્રેટેજી, કેન્ટેન્ટ ક્રિએશન, બ્રાન્ડ ઈમેજ વગેરે હોય છે. આમનો પગાર પણ સારો હોય છે.
જો તમારું ક્રિએટિવ માઈન્ડ છે અને કંઈક નવું કરવું તમારું કામ નહીં પણ શોખ છે તો તમે ગ્રાફિક્સ ડિઝાઈનરની નોકરી કરી શકો છો. આ ફિલ્ડમાં પણ સારા પગારનું પેકેજ મળે છે.
વેડિંગ પ્લાનર અને ઈવેન્ટમેનેજર ને પણ ખુબ જ સારો પગાર મળે છે. આર્ટ્સ સ્ટ્રીમમાંથી અભ્યાસ પુરો કર્યા બાદ તમે આ ક્ષેત્રમાં પણ કરિયર બનાવી શકો છો.
ફેશન ડિઝાઈનિંગ ફિલ્ડમાં પણ નોકરીની સારી તક રહે છે. તમે ઈચ્છો તો તમે પોતાની બ્રાન્ડ પણ શરુ કરી શકો છો.
આ ક્ષેત્રમાં પણ નોકરીની સારી તક છે. તમે રેડિયો, ટીવી, પ્રિન્ટ વગેરે ક્ષેત્રમાં પોતાના રસ પ્રમાણએ નોકરી કરી શકો છો.
જો તમે સમાજના કલ્યાણ, ન્યાય અને સમાનતા માટે પોતાનું યોગદાન આપવા માંગો છો તો તને સામાજિક કાર્યકર્તા તરીકે કામ કરી શકો છો.
જો તમારું હિન્દી અને અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ છે તો તમે ટ્રાન્સલેટર તરીકે કામ કરી શકો છો. અને સારા પૈસા કમાઈ શકો છો.