આ હિલ સ્ટેશન પર મળશે અદભૂત શાંતિ, 130 વર્ષ પહેલા શોધાયું હતું

Apr 15, 2025, 03:00 PM

હિલ સ્ટેશન પ્રવાસ

આજની વ્યસ્ત જીવનમાં વ્યક્તિ શાંતિ ઝંખે છે. જો તમે પરિવાર સાથે ફરવાની સાથે ક્વોલિટી ટાઇમ વિતાવવા શાંતિ મેળવવા માંગો છો હિમાચલ પ્રદેશના આ જગ્યા એકદમ ઉત્તમ સ્થળ છે, જેનું નામ છે ચેલ હિલ સ્ટેશન

ચેલ હિલ સ્ટેશનનો ઇતિહાસ

હિમાચલ પ્રદેશનું ચેલ હિલ સ્ટેશન 130 વર્ષ પહેલા પટિયાલાના મહારાજા ભૂપિન્દ્ર સિંહે શોધ્યું હતું. અહીં એક મહેલ પણ છે જેનું વર્ષ 1891માં રાજા ભૂપિન્દ્ર સિંહે નિર્માણ કરાવ્યું હતું.

ચેલ હિલ સ્ટેશન પ્રવાસ

ચેલ હિલ સ્ટેશન પ્રવાસ કુદરતના ખોળે વસેલું ચેલ હિલ સ્ટેશનનું પ્રાકૃતિક સૌંદર્ય એટલું અદભુત છે કે વિદેશી પ્રવાસીઓ પણ અહીં ફરવા આતુર હોય છે. અહીં સૂર્યોદય અને સૂર્યાસ્તનો નજારો જોવાલાયક હોય છે.

ચેલ હિલ સ્ટેશન પર અદભુત શાંતિ

શહેરની ભીડથી દૂર ચેલ હિલ સ્ટેશન પર અદભુત શાંતિ હોય છે જે વ્યક્તિના મન અને મગજને આરામ આપે છે. અહીં આવનાર પ્રવાસી બધી ચિંતા તણાવ અને મુશ્કેલી ભૂલી પ્રકૃતિની સુંદરતાનો આનંદ માણે છે.

ચેલ હિલ સ્ટેશનની કુદરતી સુંદરતા

ચેલ હિલ સ્ટેશન દરિયાની સપાટીથી 2250 મીટરની ઉંચાઇ પર આવેલું છે. આથી અહીં ઉનાળાની ગરમીમાં પણ વાતાવરણ ઠંડુ અને સુખદ હોય છે. ગગનચુંબી પહાડ, ઉંચા લીલાછમ વૃક્ષો, ફુલ અને પક્ષીઓનો કલરવ પ્રવાસીઓને આકર્ષિત કરે છે.

ચેલ હિલ સ્ટેશનના જોવાલાયક સ્થળ

ચેલ હિલ સ્ટેશનના જોવાલાયક સ્થળોમાં મશોબરા, કલગા, સૈંજ ખીણ, ચેલ વન્યજીવ અભ્યારણ, સાધુપુલ તળાવ પ્રખ્યાત છે. તો મહાકાળી માતાનું મંદિર, શિદ્ધ બાબાનું મંદિર, ચેલ ગુરુદ્વારા વગેરે દર્શનિય સ્થળ છે.

ચેલ હિલ સ્ટેશન કેવી રીતે પહોંચવું?

ચેલ હિલ સ્ટેશન ચંડીગઢથી 106 કિમી, શિમલાથી 44 કિમી અને દિલ્હી થી 337 કિમી દૂર આવેલું છે. ચંડીગઢ કે શિમલા પહોંચી ટેક્સી કે ખાનગી કાર - બસ મારફતે ચેલ હિલ સ્ટેશન પહોંચી શકાય છે. શિમલાનું જુબ્બડગટ્ટી એરપોર્ટ 63 કિમી દૂર છે.

7500 ફુટની ઉંચાઇ પર ક્રિકેટ મેદાન

ચેલ હિલ સ્ટેશન ક્રિકેટ પ્રેમીઓ માટે બહુ ખાસ છે. અહીં 7500 ફુટની ઉંચાઇ પર એક ક્રિકેટ મેદાન છે. અહીં પ્રવાસીઓ ટ્રેકિંગ, સાઇકલિંગ અને ગોલ્ફ રમવાની મજા માણી શકાય છે.