Chandrayaan 3 : ચંદ્રયાન 3 લોન્ચિંગથી લેન્ડિંગ સુધીની સફર
પૃથ્વીના પ્રાકૃતિક એક માત્ર ઉપગ્રહ એવા ચંદ્રની સપાટી પર યાન મોકલવામાં અમેરિકા, રશિયા અને ચીન ત્રણ દેશ જ સફળ રહ્યા છે
ભારતે વર્ષ 2019 માં ચંદ્રયાન 2 રવાના કર્યું હતું. પરંતુ 2 સપ્ટેમ્બરે લેન્ડિંગ વખતે આખરી 15 મિનિટ દરમિયાન ચંદ્રયાન 2 નિષ્ફળ ગયું હતું.
ભારતના મૂન મિશન પર સમગ્ર વિશ્વની નજર છે. રશિયાનું મિશન મુન લુના 25 નિષ્ફળ જતાં ભારતના ચંદ્રયાન 3 પર સૌની નજર છે.
મિશનમાં વિક્રમ લેન્ડર ચંદ્રની ધરતી પર ક્યાં ઉતરશે તેની વિવિધ તસવીરો એકત્રિત કરવાનું કાર્ય યોગ્ય પોઝીશન નક્કી કરવાનું કાર્ય પણ અમદાવાદ SAC-ISRO દ્વારા કરાયુ છે.
આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા ખાતેથી ઈસરોના હેવીલિફ્ટ લોન્ચ વ્હિકલ એલવીએમ 3 દ્વારા ચંદ્રયાન 3 લોન્ચ કરવામાં આવ્યું હતું
ચંદ્રયાન 2 ની નિષ્ફળતા બાદ ઈસરોએ વધુ તકેદારી રાખી મૂન મિશન માટે ચંદ્રયાન 3 વધુ સક્ષમ બનાવ્યું છે
SAC-ISRO ની આ ટેક્નોલોજી વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરમાં જોવા મળે છે.
સફળ લેન્ડિંગ માટે આખરી 15 મિનિટ મહત્વની છે. ચંદ્રયાન 2 અહીં નિષ્ફળ ગયું હતું. પરંતુ આ વખતે ખાસ તકેદારી રાખવામાં આવી છે
ચંદ્રયાનની સ્પીડ ચંદ્ર પર કેમ ઘટે : ચંદ્ર સુધી પહોંચવા માટે રોકેટને અત્યંત તેજ ગતિએ આગળ વધવું પડે છે, પરંતુ જ્યારે તે નજીક પહોંચે છે, ત્યારે તે સ્પીડને કેવી રીતે કંટ્રોલ કરવી તે એક મોટો પડકાર બની જાય છે.
પ્રથમ તબક્કો રફ બ્રેકિંગનો હશે જે 690 સેકન્ડનો હશે. જેમાં ચંદ્રયાન 3 ની સ્પીડ ઘટાડીને 358 મીટર પ્રતિ સેકન્ડ કરાશે.
આ રડાર અલ્ટીમેટર લેન્ડિંગ દરમિયાન ઊંચાઈ માપવાનું પણ કાર્ય કરશે એ સિવાય લેન્ડિંગને લઈને વિગતે માહિતી પણ આપશે.
ત્રીજો ફાઇનલ બ્રેકિંગ તબક્કામાં 175 સેકન્ડ દરમિયાન સ્પીડ ઘટાડી લગભગ શૂન્ય કરી દેવાશે અને ઉતરાણ માટે લેસરથી જગ્યા પસંદ કરાશે.
ચોથા અંતિમ તબક્કામાં ચંદ્રયાન ચંદ્રની સપાટી પરથી માત્ર 10 મીટર જેટલી જ ઉંચાઇ પર હશે અને ત્યાર બાદ સોફ્ટ લેન્ડિંગ કરશે.