chandrayaan 3 : ચંદ્રયાન 3 માં અમદાવાદ SAC-ISRO નું યોગદાન, 8 કેમેરા અને રડાર અલ્ટીમેટર તૈયાર કર્યા

Aug 21, 2023, 01:23 PM

SAC-ISRO ની આ ટેક્નોલોજી વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરમાં જોવા મળે છે.

વિક્રમ લેન્ડર સફળતાપૂર્વક ચંદ્રની ધરી પર સ્થાપિત થશે ત્યારે પ્રજ્ઞાન રોવર ચંદ્રની ધરી પર ફરવાનું શરૂ કરશે, જેમાં ટોટલ 2 કેમેરા લાગ્યા છે જેમનો એક કેમેરા અમદાવાદ  SAC-ISRO દ્વારા નિર્માણીત. આ કેમેરા ચંદ્રની સપાટી પરના જુદા જુદા એરિયાને કવર કરતા ફોટા લેશે.

વિક્રમ લેન્ડરની ચારેય બાજુ 4 કેમેરા હશે જે હાઇરિઝોલ્યુશન ફોટો મોકલશે, આ કેમેરાનું નિમાર્ણ અમદાવાદ  SAC-ISRO સેન્ટર ખાતે કરાયું છે.

KARA :ka band radar altimeter : વિક્રમ લેન્ડરમાં લાગેલા આ બેન્ડ રડાર અલ્ટીમેટર સિસ્ટમ જયારે વિક્રમ લેન્ડર ચંદ્રની ધરતીથી 7.5 km ઊંચે હશે ત્યારે એકટીવ થઇ જશે અને સમગ્ર ડેટા ઈસરોના મુખ્ય સેન્ટર સુધી પહોંચાડશે.

આ રડાર અલ્ટીમેટર લેન્ડિંગ દરમિયાન ઊંચાઈ માપવાનું પણ કાર્ય કરશે  એ સિવાય લેન્ડિંગને લઈને વિગતે માહિતી પણ આપશે.

વિક્રમ લેન્ડરમાં કુલ 2 લેન્ડર હેઝર્ડ ડિટેક્શન એન્ડ એવોઇડન્સ કેમેરા ગોઠવવામાં આવ્યા છે, આ 2 કેમેરા લેન્ડિંગ પોઝિશન દરમિયાન મદદ કરશે. જે લેન્ડિંગનો સમગ્ર ડેટા ઈસરોના મેઈન સેન્ટર સુધી પહોંચાડશે.

જયારે વિક્રમ લેન્ડર ચંદ્રની ધરતીથી 7.5 કિલોમીટર દૂર હશે ત્યારે ચંદ્રની જમીન પરનો તમામ ડેટા એકત્રિત ડરી પૃથ્વી સુધી પહોંચાડશે. આ ડેટા એકત્રિત કરવાની કામગીરી કા બેન્ડ રડાર સિસ્ટમ કરશે.

મિશનમાં વિક્રમ લેન્ડર ચંદ્રની ધરતી પર ક્યાં ઉતરશે તેની વિવિધ તસવીરો એકત્રિત કરવાનું કાર્ય યોગ્ય પોઝીશન નક્કી કરવાનું કાર્ય પણ અમદાવાદ SAC-ISRO દ્વારા કરાયુ છે.

હેઝર્ડ ડિટેક્શન કેમેરા અને કા બેન્ડ રડાર અલ્ટીમીટર દ્વારા જે ડેટા એકત્ર કરાયો છે તે માટેનું પ્રોસેસર  અમદાવાદ SAC-ISRO દ્વારા કરાયુ છે.