ઘણા હિલ સ્ટેશન છે જ્યાની સુંદરતા જોઇને પાછા ફરવાનું મન થતું નથી. આવું જે એક હિલ સ્ટેશન છે જેને ભારતનું સ્કોટલેન્ડ કહેવાય છે. જે પોતાના કુદરતી સૌંદર્ય માટે પ્રખ્યાત છે.
આ કર્ણાટકનું કુર્ગ છે જેને લોકો ભારતનું સ્કોટલેન્ડ કહે છે. અહીંના પહાડો સ્કોટીશ ઘાટી જેવા બગીચાઓથી ઘેરાયેલા છે. કુર્ગના પહાડો જ નહીં અહીંનું મોસમ, હરિયાળી અને વિશાળ ઝરણા તમારા મનને મોહી લેશે.
કુર્ગનો એલિફેંટ કેમ્પ ઘણો પ્રખ્યાત છે. જે કાવેરી નદીના તટ પર છે. અંગ્રેજોએ આ સ્થાનનું નામ જેસી ફોલ્સ રાખ્યું હતું. તેની આસપાસ હર્યાભર્યા કોફી અને મસાલોના બાગ તેને વધારે સુંદર બનાવે છે.
મંડલપટ્ટી વ્યૂ પોઇન્ટથી તમે કુર્ગની સુંદર ઘાટીઓને જોઈ શકો છો. વાદળો વચ્ચે મંડલપટ્ટી વ્યૂ પોઇન્ટ લગભગ 4050 ફૂટની ઉંચાઇ પર સ્થિત છે.
ધુમ્મસ ભરેલી કુર્ગની ઘાટીમાં ઘણા ઝરણા છે. જેમાં એબી ફોલ્સ ઘણો ફેમસ છે.
કુર્ગનો ઇરુપ્પુ વોટરફોલ લક્ષ્મણ તીર્થ વોટરફોલના રુપમાં પણ માનવામાં આવે છે. પ્રાચીન સમયથી જ આ ઝરણાના પાણીને પવિત્ર માનવામાં આવે છે. આ સુંદર ઝરણાનો સંબંધ રામાયણ કાળથી પણ બતાવવામાં આવે છે.
કુર્ગની સૌથી ઊંચી ચોટી સાથે તાડિયાંદામોલ પીકને કર્ણાટકની બીજી સૌથી ઊંચી ચોટી બતાવવામાં આવે છે. ટ્રેકિંગ માટે પ્રખ્યાત આ સ્થળ જંગલોથી ઘેરાયેલું છે.