Cyclone Biparjoy : બીપરજોય વાવાઝોડા પછી શું કરવું? શું ન કરવું?

Jun 15, 2023, 11:49 AM

કાટમાળમાંથી ચાલતી વખતે તૂટેલા કાચના ટુકડા કે પતરા જેવી વસ્તુઓ તેમજ સાપ જેવા ઝેરી જીવ-જંતુઓથી સાવધાન રહો.

સ્થાનિક અધિકારીઓની સુચનાનું ચુસ્તપણે પાલન કરો.

બહાર નીકળતા પહેલા ખાતરી કરો કે વાવાઝોડું પસાર થઇ ગયું છે કે નહિ.

રેડિયો કે ટીવી ઉપર સલામતીનો સ્પષ્ટ મેસેજ આવે ત્યાં સુધી રાહ જુઓ.

મુશ્કેલીના સમયમાં રાહત ટુકડી પહોંચવાની રાહ જુઓ.

પૂરગ્રસ્ત વિસ્તારોથી દૂર રહો.

માછીમારોએ દરિયામાં જતા પહેલા અન્ય 24 કલાક સુધી રાહ જોવી હિતાવહ છે.

ભયજનક કે અતિ નુકશાન પામેલ મકાનથી દૂર રહેવું.

ક્લોરીનયુક્ત પીવાના પાણીનો ઉપયોગ કરવો.

ગન્દા ભરાયેલા પાણીમાં દવાનો છંટકાવ કરવો.અજાણ્યા પાણીમાંથી પસાર થવું નહિ.

ખુલ્લા-છુટા પહેલા વાયરોને અડકવું નહિ.