ભારતમાં ઘણા હિલ સ્ટેશન છે. જો સૌથી સુરક્ષિત હિલ સ્ટેશનોની વાત કરીયે તો તેમા હિમાચલ પ્રદેશના ધર્મશાલાનો સમાવેશ થાય છે. પાર્ટનર સાથે ફરવા માટે આ હિલ સ્ટેશન શ્રેષ્ઠ અને સુરક્ષિત છે.
હિમાચલ પ્રદેશની મનમોહક વાતાવરણમાં કોઇ આકર્ષક અને રોમેન્ટિક તેમજ સૌથી સુરક્ષિત હિલ સ્ટેશનની વાત થાય છે ત્યારે ધર્મશાલાનું નામ અચૂક લેવાય છે.
ધર્મશાલા રોમેન્ટિક ટુર સાથે સાથે એડવેન્ચર અને આધ્યાત્મિકનો અનોખો સંગમ છે.
ધર્મશાલામાં વાદળોથી ઢંકાયેલા ઉંચા પહાડ, ગાઢ જંગલ અને તળાવ - ઝરણાઓની વચ્ચે તમે પાર્ટનર સાથે રોમેન્ટિક ટાઇમ વિતાવી શકો છો. ધર્મશાલાથી થોડેક દૂર જ મેકલોડગંજ પણ ફેમસ હિલ સ્ટેશન છે. અહીં તમે પાર્ટનર સાથે ફરવા જઇ શકો છો.
ધર્મશાળામાં ત્રિઉંડ હિલ, ડલ લેક, કરેરી તળાવ અને ભાગ્સૂ નાગ વોટરફોલ જેવા રોમેન્ટિક પ્લેસ એક્સપ્લોર કરવા લાયક છે.
સૌંદર્યની સાથે સાથે ક્રિકેટ સ્ટેડિયમ માટે પણ પ્રખ્યાત છે. અહીં દુનિયાનું સૌથી વધુ ઉંચાઇએ પર હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ આવેલું છે. અહીં ક્રિકેટ મેચ જોવાની મજા જીવનભર યાદગાર રહે છે.
ધર્મશાલામાં પ્રવાસીઓ ટ્રેકિંગ અને કેમ્પિંગ જેવી એડવેન્ચર એક્ટિવિટીનો આનંદ માણી શકે છે.
ધર્મશાલા ફરવાનો શ્રેષ્ઠ સમય ફેબ્રુઆરીથી જુલાઇ છે. આ દરમિયાન અહીં 21 થી 34 ડિગ્રી સુધી તાપમાન હોય છે.
ધર્મશાલામાં શિયાળામાં હિમ વર્ષા થાય છે ત્યારે પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ સ્નફોલની મજા માણવા આવે છે.
ધર્મશાલા હિમાચલ પ્રદેશમાં આવેલું છે. અમદાવાદથી ધર્મશાલા જવા માટે નજીકનું એરપોર્ટ કાંગરા એરપોર્ટ છે, જે 15 કિમી દૂર છે. અમદાવાદથી ટ્રેન કે બસમાં દિલ્હી પહોંચ્યો. ત્યાંથી તમને ધર્મશાલા માટે બસો અને ખાનગી વાહનો મળશે.