ગુજરાતમાં માણો ઋષિકેશ જેવી એડવેન્ચર એક્ટિવિટીની મજા

May 21, 2025, 12:02 PM

ગુજરાતનું નવું પ્રવાસ સ્થળ

ગુજરાતમાં પ્રવાસ માટે વધુ એક સ્થળ વિકસી રહ્યું છે. જ્યાં પ્રવાસીઓ પ્રકૃતિના ખોળે રહેવાની સાથે સાથે એડવેન્ચર એક્ટિવિટીનો આનંદ માણી શકે છે.

ધરોઇ ડેમ એડવેન્ચર ફેસ્ટિવલ

ધરોઇ ડેમ એડવેન્ચર ફેસ્ટિવલ પહેલીવાર 23 મે, 2025ના રોજ શરૂ થઇ રહ્યો છે. આ કાર્યક્રમ 30 દિવસ માટે યોજાશે અને જો હવામાન યોગ્ય રહેશે તો તેને 45 દિવસ સુધી લંબાવી શકાય છે,

ધરોઈ ડેમ ક્યાં આવેલું છે?

ગુજરાતના મહેસાણામાં ધરોઇ નજીક સાબરમતી નદી પર આ ડેમ બનેલો છે. ચારેય બાજુ અરવલ્લીની પર્વતમાળા વચ્ચે આવેલા ડેમને પ્રવાસન સ્થળ તરીકે વિકસીત કરવામાં આવ્યું છે.

10 એડવેન્ચર એક્ટિવિટીનો આનંદ

ધરોઈ ડેમ એડવેન્ચર ફેસ્ટમાં મુલાકાતીઓ રિવર ક્રાફ્ટિંગ, બોટિંગ, ટ્રેકિંગ, માઉન્ટેન ક્લાઇમ્બિંગ અને પેરામોટરિંગ જેવી 10 સાહસિક પ્રવૃત્તિનો આનંદ માણી શકાશે.

બોટિંગ

ધરોઇ ડેમમાં પ્રવાસીઓ બોટિંગ કરવાનો આનંદ માણી શકે છે. અહીં વિવિધ પ્રકારની બોટ ઉપલબ્ધ હશે.

ટ્રેકિંગ અને માઉન્ટેન ક્લાઇમ્બિંગ

ધરોઇ ડેમની આસપાસ અરવલ્લીની પર્વતમાળા પર પ્રવાસીઓ ટ્રેકિંગ અને માઉન્ટેન ક્લાઇમ્બિંગ કરી શકે છે.

પેરામોટરિંગ

ધરોઇ ડેમ એડવેન્ચર ફેસ્ટમાં પેરામોટરિંગ પણ થશે. જેમા પ્રવાસીઓ વિદેશની જેમ ગેસ ભરેલા એર બલુનમાં જેને પેરામોટરિંગ કહેવાય છે તેમા બેસીને આકાશમાં ઉડવાનો આનંદ માણી શકે છે.

સાઇકલિંગ અને યોગ

અરવલ્લીના પર્વતો પર સાયકલ ચલાવવાનો આનંદ પણ માણવા મળશે. પર્વત અનં જંગલના ઉબડ ખાબર રસ્તા પર સાયકલિંગ કરવાનો રોમાંચ જ કંઇક અલગ હોય છે. પ્રવાસીઓ સ્વાસ્થ્ય પ્રત્યે સભાન થાય તેની માટે યોગ સેન્ટર પણ છે.

બાઇક રેસિંગ

તમે બાઇક રેસિંગના શોખીન છો તો ધરોઇ ડેમ એડવેન્ચર ફેસ્ટની અચૂક મુલાકાત લેવી જોઇએ. અહીં પહાડ પર બાઇક પર બેસીને વધુ કરતબ કરવાની અને જોવાની મજા માણવા મળશે.

ડાન્સ મ્યુઝિકની મજા

ધરોઇ ડેમ એડવેન્ચર ફેસ્ટને વધુ શાનદાર અને યાદગાર બનાવવા માટે રાતે ડાન્સ અને મ્યુઝિક ઇવેન્ટ પણ યોજાશે. મુલાકાતીઓ અહીં ક્લાસિકલ, લોકસંગીત, બોલીવુડ મ્યુઝિકનો આનંદ માણી શકે છે.

પરંપરાગત ભોજન અને ટેન્ટની સુવિધા

અહીં મુલાકાતીઓ પરંપરાગત ભોજન, સાંસ્કૃતિક કાર્યક્રમોની મજા માણી શકે છે. ઉપરાંત પ્રવાસીઓના રોકાણ માટે આધુનિક ટેન્ટ સિટીની સુવિધા પણ છે.