ગુજરાતમાં અહીં છે સ્વર્ગનો માર્ગ, લેહ - લદ્દાખને ભૂલી જશો

Mar 22, 2024, 11:16 PM

ગુજરાતના કચ્છમાં સફેદ રણમાં એક સુંદર રસ્તો છે, જેને રોડ ટુ હેવન એટલે કે સ્વર્ગનો રસ્તો કહેવામાં આવે છે.

આ રસ્તાનું નામ છે NH 27- ધોળાવીરા નેશનલ હાઇવે. ભુજથી ભચાઉ થઈ રાપર ગામથી આગળ મીઠાના રણમાં આવેલા ધોળાવીરાથી ધોરડો જવા સરકારે એક અત્યંત આહલાદક રસ્તો બનાવ્યો છે.

આ રસ્તાની એક બાજુ દરિયો અને બીજી બાજુ સફેદ રણ છે, બંને વચ્ચેથી પસાર થતી વખતે અત્યંત સુંદર દ્રશ્ય જોવા મળે છે.

ધોળાવીરા હાઇવે પર સૂર્યોદય અને સૂર્યાસ્ત જોવું આહલાદક હોય છે, જે પ્રવાસીઓને અહીં ખેંચી લાવે છે.

ધોળાવીરા રોડ પરથી પસાર થતી વખતે તમને વિદેશી પક્ષીઓ જોવાની મજા પડી જશે.

ધોળાવીરા રોડ પર બાઇક રાઈડ અને કાર લોંગ ડ્રાઇવ ટ્રીપ માટે બેસ્ટિ ડેસ્ટિનેશન છે.

પાકિસ્તાન સરહદથી 30 કિમી દૂર આવેલુ ધોળાવીરા યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં સામેલ છે.

પાકિસ્તાન સરહદથી 30 કિમી દૂર આવેલુ ધોળાવીરા યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં સામેલ છે.

ધોળાવીરા રોડ સમાપ્ત થતાની સાથે જ એક પ્રાચીન ઘોળાવીર નગર તમે પ્રવેશો છે. અહીંની પ્રાચીન નગર વ્યવસ્થા અને ઐતિહાસિક અવશેષો તમને ભૂતકાળમાં લઇ જશે.

ભુજ થી ભચાઉ અને રાપર ગામ થઇ ધોળાવીરા હાઇવે પહોંચી શકાય છે. ભુજ અને ધોળાવીરાનું અંતર 222.5 કિમી છે.

ભુજ થી ભચાઉ અને રાપર ગામ થઇ ધોળાવીરા હાઇવે પહોંચી શકાય છે. ભુજ અને ધોળાવીરાનું અંતર 222.5 કિમી છે.