ગુજરાતમાં દિવાળી વેકેશન દરમિયાન ફરવા લાયક ઘણા સ્થળો છે. ગીરનાર ગુજરાતનો સૌથી ઉંચો પર્વત છે. ગીરનાર ધાર્મિક તીર્થધામ સાથે સાથે એડવેન્ચર ટુર માટે બેસ્ટ ટુરિસ્ટ પ્લેસ છે. ચાલો ગીરનાર પર્વત અને નજીકના ફરવા લાયક સ્થળો વિશે જાણીયે
ગીરનાર 1117 મીટર ઉંચાઇ ધરાવતો ગુજરાતનો સૌથી ઉંચો પર્વત છે. ગીરનારનો સૌથી ઉંચો પર્વત ગુરુ શિખર છે, જ્યાં 10000 પગથીયા ચઢી પ્રવાસીઓ દર્શન કરવા પહોંચે છે. અહીં નજીકમાં ગોખરનાથ મંદિરનું
ગીરનાર પર્વત પર અંબાજી માતાનું પ્રાચીન મંદિર આવેલું છે.
ગીરનાર મંદિર પર ઘણા હિંદુ અને જૈન મંદિરો આવેલા છે. અહીં જૈન ધર્મના નવમાં તીર્થંકર મલ્લિનાથનું દેરાસર છે. ગિરનાર જૈન તીર્થંકર ભગવાન નેમિનાથની નિર્વાણ ભૂમિ હોવાનું માનવામાં આવે છે.
ગીરનાર પર્વત પરથી નયન રમ્ય દ્રશ્ય દેખાય છે. ગીરનાથ પર્વત પર ચઢતી વખતે તમે વાદળો વચ્ચે હોવાનો અહેસાસ થાય છે. ઉંચા પરથી નીચેનું દ્રશ્ય અદભુત હોય છે. તો ગીરનાર પર્વતની પાછળ લીલાછમ જંગલ જોઇ મને પ્રફુલ્લિત થઇ જાય છે. ગીરનાર પ્રવાસ માટે ઓક્ટોબર થી માર્ચ સુધીનો સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે.
ગીરનાર નજીક ફરવા માટે ઘણા પ્રખ્યાત સ્થળો છે. જેમા જૂનાગઢનનો ઉપરકોટ કિલ્લો જોવા દર વર્ષે લાખો પ્રવાસીઓ આવે છે. આ પ્રાચીન કિલ્લાની નિર્માણ મૌર્ય સમ્રાટ ચંદ્રગુપ્ત દ્વારા ઇ.સ. 319માં કરવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. ત્યારબાદ આ કિલ્લા પર રા ખેંગાર રાજવંશે વર્ષો સુધી શાસન કર્યું હતું.
જૂનાગઢ ઉપરકોટ કિલ્લામાં અડી કડી નવા, રા નવઘણ કૂવો સહિત ઘણા ઘણી પ્રાચીન ઇમારતો જોવાલાયક છે. જેમા દુશ્મનોના છક્કા છોડાવતી નીલમ તોપ અને માણેક તોપ ઐતિહાસિક મહત્વ ધરાવે છે.
ગીર જંગલમાં સિંહ જોવાની મજા માણી શકાય છે. દુનિયામાં એક માત્ર ગીરનારના જંગલમાં એશિયાટીક સિહ જોવા મળે છે.
જૂનાગઢમાં સમ્રાટ અશોકનો ઇ.સ. 250નો શિલાલેખ છે. ગીરનાર પર્વત માર્ગ પર સમ્રાટના 14 શિલાલેખ છે. કડક પથ્થર પર પાલી અને બ્રાહ્મી લિપિમાં લખાણ કોતરવામાં આવ્યું છે.
ગીરનાર પર્વત માર્ગ પર દામોદર કુંડ આવેલું છે. ત્યાં નજીકમાં જ ભગવાન શ્રીકૃષ્ણનું મંદિર છે, જ્યાં મહાપ્રભુજીની બેઠક પણ છે. દામોદર કુંડમાં અસ્થિ વિસર્જન પણ કરવામાં આવે છે.