દિવાળી વેકેશનમાં તીર્થયાત્રા સાથે એડવેન્ચર માટે હરિદ્વાર ઋષિકેશ શ્રેષ્ઠ પ્રવાસ સ્થળ છે. ઋષિકેશ હરિદ્વાર ઉત્તરાખંડના પ્રખ્યાત સ્થળે છે જ્યાં દેશ વિદેશમાંથી લાખો લોકો ફરવા આવે છે.
ઉત્તરાખંડ ભારતની ઉત્તર દિશામાં હિમાલયના પર્વતોથી ઘેરાયેલું સુંદર સ્થળે છે. ઉત્તરાખંડમાં ઋષિકેશ હરિદ્વાર, કેદારનાથ બદ્રિનાથ સહિત ચાર ધામ અને કુદરતી સૌંદર્યથી ભરપૂર ઘણા પ્રવાસ સ્થળો આવેલે છે.
ઋષિકેશ ઉત્તરાખંડનું પવિત્ર તીર્થધામ છે. દિવાળી વેકેશનમાં ફરવા માટે ઋષિકેશ શ્રેષ્ઠ સ્થળ છે. અહીંનું કુદરતી સૌંદર્ય જોઇ મન પ્રફુલ્લિત થાય છે. અહીં જાનકી ઝુલા, ત્રિવેણી ઘાટ પર ગંગા આરતી, ઘણા પ્રાચીન મંદિરો દર્શનિય છે.
ઋષિકેશ મંદિરોની સાથે સાથે એડવેન્ચર માટે પણ પ્રખ્યાત છે. અહીં ગંગા નદીમાં રિવર રાફ્ટિંગ, કેપિંગ, ટ્રેકિંગ. હોડી સર્ફિંગ, ક્લિક જમ્પિંગ અને રોક ક્લાઇબિંગ જેવી એડવેન્ચર એક્ટિવિટી માણી શકાય છે.
હરિદ્વારને હરિ નો દ્વાર. ઉત્તરાખંડના પ્રસિદ્ધ તીર્થધામોમાં હરિદ્વાર મુખ્ય છે કારણ કે અહીંથી ચાર ધામની યાત્રા શરૂ થાય છે. હરિદ્વારમાં સાંજે ગંગા આરતી, ગંગામાં સ્નાન, પ્રાચીન મંદિરોમાં દર્શન કરી પ્રવાસીઓ ધન્યતા અનુભવે છે. દિવાળી પર હરિદ્વારા અસંખ્ય દીપક અને લાઇટિંગથી શણગારવામાં આવે છે.
હરિદ્વારમાં ગંગા સ્નાન કરવાનું ઘણું મહાત્મય છે. માન્યતા અનુસાર હરિદ્વારમાં ગંગા નદીમાં સ્નાન કરવાથી પાપ માંથી મુક્તિ મળે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. હરિદ્વારમાં ગંગા નદી કિનારે ઘણા ઘાટ આવેલા છે. હર કી પૌડી, ચંડી દેવી, મનસા દેવી, રાજાજી નેશનલ પાર્ક, સુરેશ્વરી દેવી મંદિર પ્રખ્યાત દર્શનિય સ્થળ છે.
ઉત્તરાખંડનું મસુરી હિલ સ્ટેશન દુનિયાભરમાં ફેમસ છે. દૂરથી દેખાતી હિમાલયની પર્વતમાળા, લીલાછમ જંગલો, ખુશનુમા આબોહવા અને સુંદર કુદરતી દ્રશ્યો જોઇ મન પ્રફુલ્લિત થઇ જાય છે. દિવાળી પર મસુરી શહેરને લાઇટિંગથી સજાવવામાં આવે છે અને ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.
મસુરીમાં ઘણા પ્રખ્યાત જોવાલાયક સ્થળ છે, જેમાં કેપ્ટી ફોલ્સ, હેપ્પી વેલી, કેમલ્સ બેક રોડ, ગન હિલ, મસૂરી લેક, સનસેટ પોઇન્ટ ઘણી સ્થળો સામેલ છે.
નૈનીતાલ હિલ સ્ટેશન સુંદર તળાવ, મનમોહર કુદરતી દ્રશ્ય અને પહાડો માટે પ્રખ્યાત છે. દિવાળી દરમિયાન નૈનીતાલનો નજારો જોવાલાયક હોય છ. એડવેન્ચર સ્પોર્ટ્સ એક્ટિવિટી પ્રવાસીઓને આકર્ષિત કરે છે.