Oct 06, 2025
દિવાળી વેકેશનમાં ઘણા લોકો બહાર ગામ ફરવા જાય છે. ગુજરાત અને દેશભરમાં ફરવા માટે ઘણા સ્થળો છે, જ્યાં દિવાળી વેકેશનમાં મુલાકાત લઇ શકાય છે.
દિવાળી વેકેશનમાં ફરવા જવાની ઇચ્છા છે પણ સમય નથી તો, અહીં 1, 2, 3 દિવસ માટે ફરવા લાયક ગુજરાતના પ્રખ્યાત તીર્થધામો અને જોવાલાયક સ્થળોની યાદી આપી છે. અહીં ગમે ત્યારે ફરવા જઇ શકાય છે.
ગુજરાતનું સોમનાથ જ્યોતિર્લિંગ મંદિર ભગવાન શંકરને સમર્પિત છે. તે દરિયા કિનારે આવેલું ભગવાન શંકરનું પ્રથમ જ્યોતિર્લિંગ છે. અહીં ભાલકા તીર્થ જ્યાં શ્રીકૃષ્ણે દેહ ત્યાગ કર્યો હતો તે પણ દર્શનીય છે.
ગુજરાતના પશ્ચિમ દરિયા કિનારે પ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિર, નાગેશ્વક જ્યોતિર્લિંગ મંદિર દર્શનીય છે. દ્વારકાથી નજીક શિવરાજપુર બીચ પણ પ્રવાસીઓ દરિયા કિનારે ફરવાની મજા માણે છે.
પાવાગઢ વડોદરા નજીક આવેલું પવિત્ર શક્તિપીઠ છે. પાવાગઢના સૌથી ઊંચા શિખર પર મહાકાળી માતાનું નવનિર્મિત મંદિરના દર્શન થાય છે. અહીં નજીકમાં ચાંપાનેર મુલાકાતીઓને ભવ્ય ઇતિહાસનો અનુભવ કરવાની તક આપે છે.
કચ્છ રણોત્સવ દિવાળી વેકેશન માટે સૌથી ઉત્તમ સ્થળ છે. આ વખતે 23 ઓક્ટોબર, 2025થી 4 માર્ચ, 2026 સુધી કચ્છ રણોત્સવ ચાલશે. મીઠા રણમાં રાતના સમયે ચંદ્ર પર હોવાનો અહેસાસ અને કચ્છની લોકસંસ્કૃતિને નજીકથી જોવાની અને માણવાની તક મળે છે.
ગુજરાતના સૌથી ઉંચા પર્વત ગીરનારમાં કાતરત પૂનમ પર 5 દિવસની લીલી પરિક્રમા યોજાય છે. અહીં ગીરનાર પર્વત, જુનાગઢમાં ઉપરકોટનો કિલ્લો, મકબરા સહિત ઐતિહાસક સ્મારકો જોવાલાયક છે. સિંહ અભ્યારણની મુલાકાત યાદગાર રહે છે.
અંબાજી મંદિર અને ગબ્બર ઉત્તર ગુજરાતનું પવિત્ર યાત્રાધામ છે. અહી ભક્તિ અને શક્તિનો અદભુત અનુભવ થાય છે. અરવલ્લીના પહાડોમાં સ્થિત ગબ્બર પરથી કુદરતી સૌંદર્યનો નયનરમ્ય નજારો જોવાલાયક હોય છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતનું વિશ્વ વિશ્વાસ પ્રવાસ સ્થળ છે. નર્મદા નદી કિનારે સરદાર વલ્લભભાઇ પટેલની ગંગનચુંબી 182 મીટર ઉંચી પ્રતિમા જોવાલાયક છે. ઉપરાંત ઘણા જોવાલાયક સ્થળોની પણ મુલાકાત લઇ શકાય છે.