દિવાળી વેકેશનમાં 2 થી 3 દિવસ બહાર માટે ગુજરાતમાં ઘણા બધા સ્થળો છે. અહીં પરિવાર અને મિત્રો સાથે વિકેન્ડમાં 2 થી 3 દિવસ ફરવા લાયક 7 સ્થળો વિશે જાણકારી આપવામાં આવી છે.
દ્વારકા દિવાળીના વેકેશનમાં ફરવા માટે બેસ્ટ સ્થળ છે. અહીં દ્વારકાધીશ મંદિર, નાગેશ્વર જ્યોર્તિલિંગ મંદિર, બેટ દ્વારકા જેવા ધાર્મિક સ્થળો છે. ઉપરાંત નજીકમાં શિવરાજ પુર બીચ છે, જ્યાં દરિયામાં નાહવાની મજા માણી શકો છો.
સોમનાથ જ્યોર્તિલિંગ ગુજરાતના દરિયા કિનારે આવેલું પ્રસિદ્ધ યાત્રાધામ છે. અહીં સોમનાથ મંદિર, પ્રભાસ પાટણ, ભાલકાતીર્થ જેવા દર્શનિય સ્થળો આવે છે.
ગીરનાર પર્વત ચઢવાનો અનુભવ રોમાંચક હોય છે. ઉપરાંત સાસણગીરમાં સિંહ દર્શન જીવનભર યાદ રહે છે.
જો તમે દરિયા કિનારે ફરવાના શોખીન છે,તો દીવ અથવા દમણની મુલાકાતે જઇ શકો છો.
દિવાળીના વેકેશનમાં ફરવા માટે કચ્છ રણોત્સવ ઉત્તમ વિકલ્પ છે. શિયાળીની ઠંડી રાતોમાં ચંદ્રના અજવાળામાં રણનો નજારો અદભુત હોય છે.
સાપુતારા ગુજરાતનું પ્રખ્યાત હિલ સ્ટેશન છે. ચોમાસાના વરસાદ બાદ શિયાળાની શરૂઆતના દિવસમાં સાપુતારા હિલ સ્ટેશનનો કુદરતી નજરો નયનરમ્ય હોય છે. સાપુતારામાં કુદરતી સૌંદર્ય, વન્ય જીવો અને આદિવાસી સંસ્કૃતિ માણવાનો મોકો મળે છે.
માઉન્ટ આબુ ગુજરાતીઓનું પ્રિય પ્રવાસન સ્થળ છે. શિયાળાની ઠંડીમાં ઝાકળ ધુમ્મસવાળા વાતાવરણમાં નયનરમ્ય કુદરતી નજારો માણવાની મજા આવે છે. આબુમાં સનસેટ પોઇન્ટ, ગુરુ શિખર, અર્બુદા પર્વત સહિત ઘણા ફરવા લાયક સ્થળો છે.