ઉજ્જૈન મહાકાલ મંદિર પવિત્ર તીર્થધામ છે. દિવાળી વેકેશનમાં ફરવા માટે ઉજ્જૈન અને આસપાસ ઘણા સ્થળો છે. તમે 3 દિવસમાં ઉજ્જૈન દર્શન સહિત 3 ધાર્મિક સ્થળોની મુલાકાત લઇ શકો છો.
મહાકાલેશ્વર મંદિર ઉજ્જૈનનું સૌથી મુખ્ય તીર્થધામ છે. મહાકાલને ઉજ્જૈનના રાજા કહેવાય છે. ભગવાન શંકરના 12 જ્યોતિર્લિંગ મંદિરોમાં મહાકાલ મંદિર વિશેષ મહત્વ ધરાવે છે. મહાકાલ મંદિરમાં સવારમાં થતી ભસ્મ આરતી જોવી એક લાહવો છે.
ઉજ્જૈનમાં મંદિરોની નગરી છે. મહાકાલ મંદિર, મહાકાલ લોક ઉપરાંત હરસિદ્ધી માતા શક્તિપીઠ, કાલભૈરવ મંદિર, મંગળનાથ મંદિર, સાંદિપની આશ્રમ, ગણેશ મંદિર, ક્ષિપા નદીની સંધ્યા આરતી વગેરે દર્શનિય છે.
ઓમકારેશ્વર મંદિર ઉજ્જૈનથી 140 કિમી દૂર આવેલું છે. નર્મદા અને કાવેરી નદીના ત્રિવેણી સંગમ પર વિંધ્યાચલ પર્વત પર સ્થિત ઓમકારેશ્વર મંદિર 12 જ્યોતિર્લિંગમાં સ્થાન ધરાવે છે. અહીં નર્મદા નદીમાં સ્નાન કર્યા બાદ ભક્તો ઓમકારેશ્વર મંદિરના દર્શન કરી ધન્યતા અનુભવે છે.
મહેશ્વર નર્મદા નદી કિનારે આવેલું પ્રખ્યાત ધાર્મિક સ્થળ છે. મધ્યપ્રદેશના ખરગોન જિલ્લામાં આવેલું મહેશ્વર ઓમકારેશ્વર મંદિરથી 70 કિમી અને ઈન્દોર થી 100 કિમી દૂર આવેલું છે. અહીં ઈન્દોરના હોલકર વંશના રાજમાતા અહિલ્યાબાઇ દ્વારા નિર્મિત 400થી વર્ષ વધુ જુનો ઐતિહાસિક કિલ્લો જોવાલાયક છે. નર્મદા નદીમાં સ્નાન, નૌકાવિહાર કરવાની મજા માણી શકાય છે.